[og_img]
- ભાજપના આગેવાનો દ્વારા આ જ કામનો પુન: કાર્યક્રમ
- અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ખાતમુહૂર્ત કર્યુ
- 32.16 કરોડના ખર્ચે વેરાવળમાં ઓવરબ્રિજ બનશે
ચૂંટણી આવતા જ વિકાસના કામો શરૂ થયા છે. ખાતમુહૂર્ત કરવા ભાજપ-કોંગ્રેસમાં હોડ લાગી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ રેલવે ફાટક બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. અગાઉ વડાપ્રધાન મોદીએ બ્રિજનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતું. પ્રધાનમંત્રી મોદીએ કરેલ ઓવરબ્રિજના ઇ-ખાતમુહૂર્ત બાદ સોમનાથના કોંગી ધારાસભ્ય એ સ્થળ પર ખાતમુહૂર્ત કર્યું.
મતદારો સમક્ષ વાહ-વાહી લૂંટવા રાજકીય પક્ષોની હોડ
સરકારે વેરાવળ રેલવે ફાટક ઓવરબ્રિજ મંજુર કરતા વેરાવળની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવશે. 32.16 કરોડના ખર્ચે નિર્માણાધીન ઓવરબ્રિજ લોકો માટે આશીર્વાદ સમાન બનશે. હજારો નાગરિકોની વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે. જો કે આવતીકાલે ભાજપના સાંસદ સહિતના આગેવાનો દ્વારા આ જ કામના ભૂમિપૂજનનો કાર્યક્રમ રખાયો છે. મતદારો સમક્ષ વાહ વાહી લૂંટવા ભાજપ કોંગ્રેસમાં જાણે હોડ લાગી છે.