સી.આર.પાટીલે ગુજરાતને મળતી વિકાસ ભેટના સંદર્ભમાં PM મોદીને ભૂવા સાથે સરખાવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election 2022 ) તૈયારીઓને લઇને ભાજપ એક્શન મોડમાં છે. જેના પગલે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ સતત અનેક જિલ્લાના પ્રવાસો કરી રહ્યા છે. તેમજ અનેક કાર્યક્રમોને સંબોધન પણ કરી રહ્યા છે.જેમાં પીએમ મોદી દ્વારા ગુજરાતને આપવામાં આવી રહેલી અનેક વિકાસ ભેટોના સંદર્ભમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પીએમ મોદીને ભૂવા સાથે સરખાવ્યા છે

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 28, 2022 | સાંજે 6:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઇને ભાજપ એક્શન મોડમાં છે. જેના પગલે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ સતત અનેક જિલ્લાના પ્રવાસો કરી રહ્યા છે. તેમજ અનેક કાર્યક્રમોને સંબોધન પણ કરી રહ્યા છે.જેમાં પીએમ મોદી દ્વારા ગુજરાતને આપવામાં આવી રહેલી અનેક વિકાસ ભેટોના સંદર્ભમાં ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પીએમ મોદીને ભૂવા સાથે સરખાવ્યા છે. તેમણે કહ્યું કે “આપણા મોટા ભૂવા નરેન્દ્ર સાહેબ ગુજરાતમાં યોજનારૂપી નાળિયેર આપતા જાય છે. એક પછી એક નાળીયેરરૂપી યોજના ગુજરાતમાં આવતી જાય છે”

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે આ નિવેદન આપ્યું હતું. જેમાં સિદ્ધપુર ખાતે ઠાકોર સેનાના જીલ્લા પ્રમુખ સહિત ઠાકોર સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલના હસ્તે ઠાકોર સેનાના પ્રમુખ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલ, અલ્પેશ ઠાકોર, બલવંતસિંહ રાજપૂત, જયનારાયણ વ્યાસ સહિતના નેતાઓ રહ્યા હાજર રહ્યા હતા.