PM મોદીએ કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન અને પૂજા અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના પ્રથમ દિવસે મોઢેરામાં(Modhera)આવેલા માં મોઢેશ્વરી માતાના (Modherswari Mata) દર્શનાર્થે પહોંચ્યા હતા. કુળદેવી માતાના દર્શને પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોઢેશ્વરી માતા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઈ પરીખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

PM મોદીએ કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન અને પૂજા અર્ચના કરી

PM Modi Modheswari Mata Temple

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના પ્રથમ દિવસે મોઢેરામાં(Modhera)આવેલા માં મોઢેશ્વરી માતાના (Modherswari Mata) દર્શનાર્થે પહોંચ્યા હતા. કુળદેવી માતાના દર્શને પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોઢેશ્વરી માતા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઈ પરીખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ માં મોઢેશ્વરી મંદિરમાં પહોંચી મોઢશ્વરી માતાજીની દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ માં મોઢેશ્વરીની ભક્તિભાવ સાથે મંદિરના ગર્ભગૃહમાં આરતી કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતાજીની ચુંદડી અને છબી ભેટ આપી હતી.

મોઢશ્વરી માતાના દર્શનાર્થે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી અરવિંદ રૈયાણી, મુખ્ય સચિવ પંકજકુમાર, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, મંદિર ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઈ પરીખ, સમીર ત્રિવેદી, કકલભાઈ મોઢ, અરવિંદ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં.

મોઢેશ્વરી માતાના મંદિરનું ઐતિહાસિક મહત્વ

મોઢેરા સ્થિત માતંગી મોઢશ્વરી માતાનું મંદિર સાથે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતંગી માતા 18 ભુજાઓ ધારી માં શક્તિનું સ્વરૂપ છે. જેમના તમામ ભુજાઓમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે. માં મોઢેશ્વરી નું મંદિર વાવ ની અંદર નિર્માણ પામેલું છે. આ મંદિરમાં વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. કર્ણાક નામના દૈત્ય ના ત્રાસ થી મોઢ લોકોએ મુક્તિ મેળવવા માં ભટ્ટારીકાની આરાધના થકી જે સ્વરૂપના દર્શન થયા તે માં મોઢશ્વરી માતાના નામ થી ઓળખાયા. મોઢ મોદી, મોઢ બ્રાહ્મણ, મોઢ પટેલ અને મોઢ વણિક સમાજના લોકો માં મોઢેશ્વરી માતાની કુળદેવી તરીકે પૂજા અર્ચના કરવામાં આવે છે.

Previous Post Next Post