પોરબંદરના(Porbandar) માછીમારોને(Fisherman) દિવાળી ફળી વિધાનસભાની ચૂંટણી પહેલા વર્ષો જૂની વિવિધ માગો સરકારે સ્વીકારતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો.અત્યાર સુધી એક જ પંપ પરથી માછીમારો ડીઝલ ખરીદતા હતા.પરંતુ હવે માછીમારો મંડળી નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદી શકશે.
પોરબંદરના(Porbandar) માછીમારોને(માછીમાર) દિવાળી ફળી વિધાનસભાની ચૂંટણી પહેલા વર્ષો જૂની વિવિધ માગો સરકારે સ્વીકારતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો.અત્યાર સુધી એક જ પંપ પરથી માછીમારો ડીઝલ ખરીદતા હતા.પરંતુ હવે માછીમારો મંડળી નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદી શકશે. આ સાથે નાની હોડીના મશીન માટેની સબસીડીની માગ સરકારે સ્વીકારી છે.હવે ડીઝલ પેટ્રોલનો ક્વોટા અન્ય રાજ્યની સરખામણીએ સરકાર કરી આપે તેવી માછીમારોની મુખ્ય માગ છે..મહત્વપૂર્ણ છે કે, અગાઉ વેરાવળ ખાતે પ્રધાન જીતુ ચૌધરીએ 36 કરોડના ખર્ચે માપલા વાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા હતા.માછીમારોની મોટાભાગની માગો સરકારે સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે કેન્દ્ર અને રાજય સરકારનો આભાર માન્યો છે.
ગીર સોમનાથમાં અખિલ ભારતીય ફિશરમેનની રજૂઆત બાદ આખરે રાજ્ય સરકારે મોટાભાગના પડતર પ્રશ્નો ઉકેલતા વેરાવળ સહિત ગુજરાતના માછીમારોમાં ખુશી છવાઇ છે.માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ લીટર દીઠ જે 25 રૂપિયા મળતા હતા તે હવે 50 રૂપિયા મળશે.જયારે ડીઝલના ક્વોટામાં વાર્ષિક 10 હજાર લીટર જેટલો વધારો કરવામાં આવ્યો છે.અને GFCAના પંપોના કમિશનમાં 50 ટકા ઘટાડો થયો છે..વેરાવળ બંદરે પાયાની સુવિધાઓ અપગ્રેડ કરવા માટેની લાંબા સમયની માગ સરકારે સ્વીકારીને દિવાળી પર માછીમારોને મોટી ભેટ આપી છે.