Pravasi Gujarati Parv 2022 : ઉદ્યોગ સાહસિક કેની દેસાઈએ કહ્યુ- ગુજરાત દેશમાં સૌથી ઝડપી વિકાસ કરનારુ રાજ્ય

Pravasi Gujarati Parv 2022 : ઉદ્યોગ સાહસિક કેની દેસાઈએ કહ્યુ ગુજરાત દેશમાં સૌથી ઝડપી વિકાસ કરનારુ રાજ્ય છે. આ સેશનમાં સાથોસાથ જોડાયેલા દેવ ભરવાડે કહ્યુ હવે દેશ બહાર ગયેલા લોકો ભારતમાં રોકાણની તક શોધી રહ્યા છે.

Pravasi Gujarati Parv 2022 : ઉદ્યોગ સાહસિક કેની દેસાઈએ કહ્યુ- ગુજરાત દેશમાં સૌથી ઝડપી વિકાસ કરનારુ રાજ્ય

પ્રવાસી ગુજરાતી પર્વ 2022


પ્રવાસી ગુજરાતી પર્વ 2022 : અમદાવાદમાં ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વ– 2022નો પ્રારંભ થયો છે. દેશનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક TV9 અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (દેશ) દ્વારા ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. પ્રવાસી ગુજરાતી પર્વ- 2022 માં 20 થી વધુ દેશો અને 18 રાજ્યોમાંથી લગભગ 2,500 ગુજરાતીઓ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શરુઆતમાં જ પોતાનું સંબોધન કર્યુ હતુ. જે પછી TV9 નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO બરૂન દાસે (બરુણ દાસ) સંબોધન કર્યુ હતુ.

કાર્યક્રમમાં સેશન-2માં ઉદ્યોગ સાહસિક કેની દેસાઈ અને એઓડી ગૃપના ચેરમેન દેવ ભરવાડ જોડાયા હતા. આ બંને ગુજરાતી હસ્તીઓ જેઓ હાલ અમેરિકામાં સ્થાયી થયેલા છે તેમણે ગ્લોબલ વેલ્થ અને ગુજરાતી કેપિટલ પર તેમના વિચારો રજૂ કર્યા હતા. કેની દેસાઈએ ગુજરાતની ગ્લોબલ વેલ્થ અંગે જણાવ્યુ કે ગ્લોબલ વેલ્થ અંગે તેમણે જણાવ્યુ કે વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓની વેલ્થ હાલ 15 લાખ કરોડ છે. જેમા ગુજરાતમાં વસતા ગુજરાતીઓની વેલ્થ 4 લાખ કરોડ છે. જેમા આપણા 60 કરોડપતિઓ પણ સામેલ છે. કેની દેસાઈ અમેરિકામાં ન્યુજર્સીમાં ટેક ગૃપના ફાઉન્ડર ચેરમેન અને ઉદ્યોગ સાહસિક છે. તેઓ કન્સ્ટ્રક્શન, ફાઈનાન્સ, હેલ્થકેર, સાથે સંકળાયેલા છે. સ્ટીવન ઈન્સ્ટીટ્યુટમાં માસ્ટર ડિગ્રી ધરાવનારા કેની દેસાઈ વર્ષ 1970થી ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન સાથે જોડાયેલા છે.

કેની દેસાઈએ જણાવ્યુ કે તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી શહેરમાં થયો હતો. તેમણે કહ્યુ જ્યારે તેમણે અનેક મુશ્કેલીઓ સાથે અમેરિકામાં તેમના બિઝનેસની શરૂઆત કરી હતી. તેમણે સૌપ્રથમ માત્ર 15 ડોલર સાથે બિઝનેસની શરૂઆત કરી હતી. પરંતુ તેમણે ક્યારેય બીજા પાસે હાથ નહોંતો લંબાવ્યો. પોતાના બળ પર તેમણે યુએસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એમ્પાયર ઉભુ કર્યુ. એ જ સમયે સાથે તેમણે હેલ્થકેર બિઝનેસ અને ફાયનાન્સમાં પણ ઝંપલાવ્યુ. કેની દેસાઈએ જણાવ્યુ કે તેઓ છેલ્લા 37 વર્ષથી યુ.એસ.માં બિઝનેસ કરી રહ્યા છે

તેમણે જણાવ્યુ કે, એક બિઝનેસમેન તરીકે મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે હું મારા સમાજને શું પાછુ આપી રહ્યો છુ. હું યુએસમાં સ્થાયી થયો ત્યારથી અનેક સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયો છુ. આ જ કારણથી હું ફેડરેશન પ્રેસિડેન્ટમાં સેવા બજાવી રહ્યો છુ. મે મારી જન્મભૂમિને પણ ઘણુ આપ્યુ છે. ભારતમાં અમે અનેક ચેરિટીના કામ કર્યા છે. ભારતમાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલી 70 જેટલી શાળાઓને અમે મદદ પહોંચાડીએ છીએ. જેમા અમને પૂજ્ય ભાઈશ્રીનો પણ સહયોગ મળી રહ્યો છે. અમે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ.

ગુજરાત અંગે કેની દેસાઈ શું વિચારે છે. ગુજરાતને આગામી દિવસોમાં તેઓ ક્યાં જોઈ રહ્યા છે.

કેની દેસાઈએ જણાવ્યુ કે હું ગુજરાત માટે જોઈ રહ્યો છુ કે ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે. ગુજરાત દેશનું સૌથી ઝડપી વિકાસ કરતુ રાજ્ય છે. વૈશ્વિક રીતે જોઈએ તો ગુજરાતનું પ્રદાન નંબર વન છે. આ સદીમાં ગુજરાત નંબર વન તરીકે ઉભરી આવ્યુ છે. ગુજરાતી બિઝનેસમેન વિશ્વ આખામાં ફેલાયેલા છે અને જ્યાં પણ તેઓ હોય છે તેઓ ગુજરાતને પ્રકાશિત કરતા રહે છે. અનેક ગુજરાતી બિઝનેસમેન, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, આર્કિટેકનો વિશ્વમાં પડઘો પડે છે. હાલ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પણ માત્ર ભારતીયો જ નહીં ગુજરાતીઓ પણ કાઠુ કાઢી રહ્યા છે.

કેની દેસાઈ અને દેવ ભરવાડ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન અને ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશન સાથે જોડાયેલા છે.
દેવ ભરવાડ એઓડી ગૃપના ફાઉન્ડર, ચેરમેન અને ઓનર છે. દેવ ભરવાડે જણાવ્યુ કે વર્ષ 2003માં તેમણે ગુજરાત છોડ્યુ હતુ ત્યારના ગુજરાત અને અત્યારના ગુજરાત ઘણુ બદલાયુ છે. તેનો તમામ શ્રેય હાલના પીએમ નરેન્દ્ર મોદીને જાય છે. જે રીતે હાલ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે તેના પરથી કહી શકાય કે આવનારા સમયમાં પણ હજુ ઘણુ સારુ અને જબરદસ્ત થશે.

દેવ ભરવાડ ગુજરાતી સમાજ ઓફ કેન્સાસ સિટીના પ્રેસિડેન્ટ પણ છે. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન (FOGA)ના પણ સભ્ય છે. ડૉ. વાસુદેવભાઈ પટેલે FOGAની શરૂઆત કરી હતી. જેઓ હાલ એટલાન્ટામાં છે. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન આપણા NRI, NRG જ્યારે ભારતમાં જાય છે અને તેમને નાની મોટી મુશ્કેલીઓ પડે છે તે ના પડે તેના માટે કામ કરી રહ્યુ છે. FOGAને ઈન્ડિયન ગવર્નમેન્ટ સાથે કનેક્ટ કર્યુ છે. જેના માટે દર દોઢ-બે મહિને કોઈ એક ભારત સરકારના મંત્રી સાથે ઝુમના માધ્યમથી મિટિંગ કરવામાં આવે છે. જેમા સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવે છે.

દેવ ભરવાડે જણાવ્યુ કે ગુજરાતીઓ માત્ર બિઝનેસ પૂરતા સિમિત રહ્યા નથી. દરેક ક્ષેત્રે આગળ આવી રહ્યા છે. આઈટીમાં પણ ગુજરાત હરણફાળ ભરી રહ્યુ છે. તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ કે પહેલા રોજગારી માટે લોકો બહાર જતા હતા હવે બહાર ગયેલા લોકો ભારતમાં રોકાણની તક શોધી રહ્યા છે.

Previous Post Next Post