રાષ્ટ્રપતિ (President) બન્યા બાદ પ્રથમ વખત દ્રૌપદી મુર્મૂ ગુજરાતની મુલાકાત આવશે. તેઓ અમદાવાદના (Ahmedabad) સાબરમતી આશ્રમની મુલાકાત લઈને પોતાના કાર્યની શરૂઆત કરશે.
રાષ્ટ્રપતિ (President) બન્યા બાદ મહામહિમ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત દ્રૌપદી મુર્મૂ ગુજરાતની મુલાકાત આવશે. તેઓ અમદાવાદના (Ahmedabad) સાબરમતી આશ્રમની મુલાકાત લઈને પોતાના કાર્યની શરૂઆત કરશે. જે બાદ તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં (Gandhinagar) કરોડોના વિકાસ કાર્યોને ખુલ્લા મુકશે. ગાંધીનગરમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું લોકોર્પણ કરશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે. તો આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીના મહિલા ઉદ્યોગ માટેના સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’નું લોન્ચ કરશે. તેમજ અમદાવાદમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું ખાત મુહુર્ત
ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું ખાત મુહુર્તમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના વરદ હસ્તે કરાશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં (Gandhinagar civil hospital) 373 કરોડના ખર્ચે સ્પેશિયલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તૈયાર થશે.તો આ કાર્યક્રમમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,(CM Bhupendra patel) ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પટેલ ( C R Patil) અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી નીમોષાબેન સુથાર અને ધારાસભ્ય સંભૂજી ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.
સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની વિશેષતા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલ 600 બેડની સુવિધા છે. આ હોસ્પિટલની બાજુમાં બનતી નવી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર કિડની હ્રદયને લગતી ઓપીડી, એકસરે,સોનોગ્રાફી,એમ આર આઇ સહિતના રેડિયોલોજી વિભાગ શરૂ કરવામાં આવશે. તો ક્રિટીકલ સેન્ટર તેમજ રેન બસેરા પણ ઉભુ કરાશે.