Rajkot : મૃતક પ્રૌઢના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરી 5 વ્યક્તિના જીવનમાં ફેલાવ્યો ઉજાસ, રાજકોટ ખાતે થયું 100મું અંગદાન

અમદાવાદની IKDRC હોસ્પિટલમાંથી આવેલા નિષ્ણાત ડોક્ટર દ્વારા બંને કિડની અને એક લીવર લેવામાં આવેલા અને આ અંગોનું પ્રત્યારોપણ (Transplant) કરવા માટે અમદાવાદની IKDRC માં 20 ઓક્ટોબરે વ્હેલી સવારે લઈ જવામાં આવ્યા હતા.

Rajkot : મૃતક પ્રૌઢના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરી 5 વ્યક્તિના જીવનમાં ફેલાવ્યો ઉજાસ, રાજકોટ ખાતે થયું 100મું અંગદાન

રાજકોટમાં સંપન્ન થયું 100 મું અંગદાન

રાજકોટમાં (રાજકોટ) દિવાળી અગાઉ અંગદાનનુ (અંગ દાન) મહત્વનું દાન કરવામાં આવ્યું હતું. રાજકોટના અશોકભાઇનું સોમવારના રોજ અવસાન થયું હતું ત્યાર બાદ તેમના ડોક્ટર પુત્ર અને અન્ય પરિવારજનો દ્વારા તેમના અંગદાન માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત  તેમની  2 કિડની, 2 ચક્ષુ , લિવર અને  ત્વચાનું દાન કરવામાં આવ્યું હતું. જેના કારણે અન્ય જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં દિવાળીના (દિવાળી 2022) તહેવારમાં ઉજાસ ફેલાઈ ગયો હતો.  મૃતક  અશોકભાઇ વોરાની 2 કિડની, લીવર 2  ચક્ષુ, અને ત્વચાનું દાન કરવામાં આવ્યું. કિડની અને લીવર માટે અમદાવાદ ની IKDRC હોસ્પિટલ માંથી ડો. સુરેશ અને તેમની ટીમ તા 19  ઓક્ટોબરે રાત્રે આવેલી. મધરાત બાદ શરૂ થયેલ ઓપરેશનથી બંને કિડની અને એક લીવર લેવામાં આવેલા અને  આ અંગોનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કરવા માટે અમદાવાદની IKDRC માં 20  ઓક્ટોબરે વહેલી સવારે લઈ જવામાં આવ્યા, બંને ચક્ષુ તથા ત્વચા  રાજકોટની જ eye – bank અને skin – bank માં દાન કરવામાં આવ્યા હતા. આ  રીતે 5 દર્દીઓને નવજીવન આપી અશોકભાઇ વોરા ના  પરિવાર દ્વારા મહાદાન અંગદાન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ખાતે આ 100 મું અંગદાન થયું – ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા એ સેવાકાર્યની કરી સેન્ચ્યુરી

મૃતક અશોકભાઇ પુત્રએ જણાવ્યું હતું કે તેમના પિતાજી  60 વર્ષના હતા અને તેઓએ 17 તારીખના  રોજ મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને ચોખ્ખુ દેખાતું હતું. પરંતુ 11 વાગ્યાની આસપાસ એમને અચાનક ચક્કર આવવા લાગ્યા અને ગણતરીની મિનિટોમાં જ તેઓ બેભાન થઈ ગયા. આથી તેમના ડેન્ટલ સર્જન પુત્ર  ડૉ. પ્રિતેશ વોરાએ  સૂઝબૂઝ  દાખવતા એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેમના મિત્ર ડો. અંકુર વરસાણી એ અશોકભાઇ વોરા ને ઇમરજન્સી સારવાર આપી અને વેન્ટિલેટર પર મૂક્યા તો  સી. ટી. સ્કેન કરાવવાથી જાણ થઈ કે અશોકભાઈ ને ખૂબ જ મોટો બ્રેઇન સ્ટ્રોક આવેલો છે. એટલે તેની આગળ અદ્યતન સારવાર માટે કોમાની હાલત માં જ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ન્યુરોલોજી ની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું આ .ઓપરેશન સફળ રહ્યું પરંતુ બ્રેઇન સ્ટ્રોક ખૂબ મોટો હોવાથી મગજનો ઘણો જ ભાગ ડેમેજ થઈ ગયો હતો અને આ કારણ થી અશોકભાઈની રિકવરી જ ન થઈ. આખરે તારીખ 18 ઓક્ટોબર બપોરના અશોકભાઇ બ્રેઇનડેડ થયા હતા આ બાબતની જાણ થતા ,પુત્ર ડો. પ્રિતેશ વોરા એ ડો. કૌમીલ કોઠારી પાસે અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

ત્યારબાદ રાજકોટની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા સંપર્ક કરીને  અશોકભાઇ વોરાની બ્રેઇનડેથ પરિસ્થિતિની ખાતરી કરી અને તેમના કુટુંબીજનોને અંગદાન ની પ્રક્રિયા વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી.  અશોકભાઇ ના પુત્ર ડો. પ્રિતેશ વોરા, પુત્રવધુ કિરણ વોરા, સહિતના સ્વજનોએ આવી કપરી પરિસ્થિતિ માં પણ મનની સ્થિરતા જાળવી અશોકભાઇ ના અંગોનું દાન કરવાનું સત્કાર્ય હાથ ધરવાનો નિર્ણય લીધો, અને આ નિર્ણય દ્વારા બીજા પીડિત દર્દીઓ અને તેમના કુટુંબીજનો નું જીવન સુધારી તેમને દિવાળીની અમૂલ્ય ભેટ આપી. મૃતક અશોકભાઇ વોરા ખુદ પોતાની હયાતી માં ખૂબ સેવાભાવી હતા અને અનેક લોકોને મદદ કરતાં તથા પશુ – પક્ષીઓની પણ સંભાળ લેતા – મરણોપરાંત અંગદાન કરી તે બીજા લોકોને નવજીવન આપે તેવી તેમના પુત્ર અને કુટુંબની ભાવના હતી. અંગદાન ના નિર્ણય બાદ રાજ્ય સરકારની અંગ પ્રત્યારોપણ માટેની સંસ્થા SOTTO નો સંપર્ક કરી તેના માર્ગદર્શન અને નિયમો પ્રમાણે અશોકભાઇના અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

أحدث أقدم