Rajkot: વડાપ્રધાનના સ્વાગત માટે 7500 વિદ્યાર્થીઓએ સર્જયો વર્લ્ડ રેકોર્ડ, PM મોદીના પોટ્રેટમાં રંગ પૂરીને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ સ્થાન મેળવ્યું

વડાપ્રધાન મોદીના (Prime Minister Modi) આગમનને લઇને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં વિદ્યાર્થીઓમાં વડાપ્રધાનને આવકારવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

ઑક્ટો 19, 2022 | 3:40 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્ચારે તેઓ રાજકોટ (રાજકોટ) શહેરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. ફોરલેન ફ્લાયઓવર બ્રિજ, સ્પલીટ ફ્લાયઓવર બ્રિજ, ફાયર સ્ટેશન, સ્ટાર્ફ ક્વાર્ટસ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. જો કે વડાપ્રધાનના આગમનને લઇને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં વિદ્યાર્થીઓમાં વડાપ્રધાનને આવકારવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે વિદ્યાર્થીઓએ પીએમ નરેન્દ્ર મોદીના પોટ્રેટમાં રંગ પૂરીને વર્લ્ડ રેકોર્ડ (વિશ્વ વિક્રમ) સર્જ્યો છે.

પીએમ મોદીના અનોખા સ્વાગત માટે રાજકોટમાં વિદ્યાર્થીઓએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 7 હજાર 500 વિદ્યાર્થીઓએ પીએમ નરેન્દ્ર મોદીના પોટ્રેટમાં રંગ પૂરીને ચીનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજકોટની 100થી વધુ ખાનગી અને કોર્પોરેશન સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ રંગ પૂરણી કરીને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓએ એક જ સમયે સમૂહમાં પીએમ મોદીના પોર્ટ્રેટમાં રંગપૂરણી કરી હતી. મહત્વનું છે કે આ અગાઉ ચીનમાં આ પ્રકારે વિશ્વ વિક્રમ સ્થપાયો હતો.જેમાં ભાગ લેનારાઓની સંખ્યા 4 હજાર 900 જેટલી હતી. જ્યારે રાજકોટમાં 7 હજાર 500 વિદ્યાર્થીઓએ આજે રંગપૂરણી કરીને નવું સીમાંકન હાંસલ કર્યું છે. જેને લઈ ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડના અધિકારી અને વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  રાજકોટના લોધિકા તાલુકામાં ખીરસરા-2, પીપરડી અને નાગલપર GIDCનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે PM મોદી એરપોર્ટથી રેસકોર્સના ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે. PM મોદીના આગમનને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તથા શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાઇ તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

Previous Post Next Post