Rajkot: દિવાળીના તહેવારને લઇને મીઠાઇના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, સ્થળ પર જ મીઠાઇના નમૂનાઓની તપાસ હાથ ધરાઇ

દિવાળીના તહેવારને લઇને રાજકોટ મનપા સક્રિય થઇ ગયુ છે. આરોગ્ય વિભાગ હનુમાન મઢી ચોક વિસ્તારમાં આવેલી મીઠાઇની દુકાનોમાં સ્થળ તપાસ હાથ ધરી હતી.

TV9 ગુજરાતી

| સંપાદિત: જયરાજ વાલા

ઑક્ટો 20, 2022 | સાંજે 7:06

રાજકોટઃ દિવાળીના તહેવારને લઇને રાજકોટ મનપા સક્રિય થઇ ગયુ છે. આરોગ્ય વિભાગ હનુમાન મઢી ચોક વિસ્તારમાં આવેલી મીઠાઇની દુકાનોમાં સ્થળ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને લઇને મોટા પ્રમાણમાં મીઠાઇ અને ફરસાણનું વેચાણ થાય છે. આ દરમિયાન મીઠાઇ અને ફરસાણમાં ભેળસેળની પણ અનેક ફરિયાદો સામે આવતી રહે છે. ત્યારે દિવાળીના તહેવારમાં જનતાના આરોગ્ય અને વ્યાપક જનહિતને ધ્યાને લઇને રાજકોટ મનપા સક્રિય જોવા મળી રહ્યું છે.

મહત્વનું છે કે, દિવાળીના તહેવારને લઇને જામનગરમાં આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યું છે. જામનગર મનપાના આરોગ્ય વિભાગે શહેરની મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે. આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના નમૂના લઇને વડોદરા લેબ ખાતે મોકલી દીધા છે. તથા અખાદ્ય ચીજવસ્તુઓનો આરોગ્ય વિભાગે સ્થળ પર જ નાશ કરી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર સુધી આરોગ્ય વિભાગ સતત મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરશે.

أحدث أقدم