Rajkot: લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મળી મુક્તિ, નવા ઓવરબ્રિજ બનતા મળી રાહત

રાજકોટ શહેરમાં એક સમસ્યા હંમેશા લોકોને પરેશાન કરે છે અને તે છે ટ્રાફિક સમસ્યા. જોકે હવે રાજકોટના મુખ્ય વિસ્તારમાં થતા ટ્રાફિક જામથી રાજકોટની જનતાને મુક્તિ મળી ગઈ છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: જયરાજ વાલા

ઑક્ટો 25, 2022 | સાંજે 7:13

રાજકોટઃ રાજકોટ શહેરમાં એક સમસ્યા હંમેશા લોકોને પરેશાન કરે છે અને તે છે ટ્રાફિક સમસ્યા. જોકે હવે રાજકોટના મુખ્ય વિસ્તારમાં થતા ટ્રાફિક જામથી રાજકોટની જનતાને મુક્તિ મળી ગઈ છે. તેની પાછળનું કારણ છે નવા નિર્માણ કરાયેલા ઓવરબ્રિજ. કઈ રીતે રાજકોટવાસીઓની સમસ્યા દૂર થઈ જુઓ રાજકોટથી અમારા સંવાદદાતા રોનક મજીઠિયાના આ ખાસ રિપોર્ટમાં.

કોઈ પણ શહેરમાં જો ટ્રાફિક નિયમન અને પૂરતી સુવિધા ન મળે તો તે શહેરનો વિકાસ તો રુંધાય જ પણ સાથો સાથે રાહદારીઓને પણ રોજિંદી પારવાર મુશ્કેલીઓ સર્જાય. સમયાંતરે ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવાની જવાબદારી તંત્રની છે. અને આખરે રાજકોટમાં તંત્રએ આ વાતની ગંભીરતા લીધી અને રાજકોટ શહેરના લાખો રાહદારીઓને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવી.

પીએમ મોદીએ રાજકોટના 3 ઓવરબ્રિજના લોકાર્પણ કર્યા બાદ આ બ્રિજ પર વાહનવ્યવહાર શરૂ થયો છે. ત્યારે શહેરના લાખો વાહન ચાલકોની ટ્રાફિક સમસ્યામાંની ફિકર દૂર થઈ છે. હોસ્પિટલ ચોકમાં triangle ઓવરબ્રિજ અને 150 ફૂટ રીંગ રોડ પર નાના મૌવા ચોક અને રામાપીર ચોક ઓવરબ્રિજ શરૂ કરવામાં આવ્યા. હોસ્પિટલ ચોક એ રાજકોટના સૌથી મહત્વનો ટ્રાફિક પોઇન્ટ છે. રાજકોટથી જામનગર જવુ હોય કે પછી અમદાવાદ તરફ પ્રયાણ કરવું હોય. તો રાહદારીઓ અહીંથી જ પસાર થવું પડે છે. ત્યારે આખરે નિર્માણકાર્યોથી ત્રસ્ત રાહદારીઓને ઓવરબ્રિજ બનતા રાહત થઈ છે.

أحدث أقدم