[og_img]
- ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાઈ વોર્મ-અપ મેચ
- વોર્મ-અપ મેચ માંથી પણ ઋષભ પંત બહાર
- પહેલા બે વોર્મ-અપમેચમાં રહ્યો હતો નિષ્ફળ
ભારતીય ટીમે પોતાનો T-20 વિશ્વ કપની શરૂઆત કરી દીધી છે. ભારતીય ટીમે સોમવારે ઓસ્ટ્રેલીયા સામે વોર્મ-અપ મેચ રમી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઘણા ચોંકાવનારા નિર્ણયો કર્યા હતા. તેમાં ઘણા ટોપ સ્ટાર ખેલાડીઓને મેચ માંથી બહાર કરવાનો નિર્ણય પણ મહત્વનો હતો.
પહેલી જ વોર્મ-અપ મેચમાં સ્ટાર વિકેટકીપર ઋષભ પંતને તક નથી આપવામાં આવી. પંતને મેચ માંથી બહાર કર્યા બાદ સોશિયલ મીડિયામાં Memesનું જાણેકે પૂર આવ્યું હતું. ફેન્સ દ્વારા ટીમ મેનેજમેન્ટને ટ્રોલ કરવામાં આવ્યું હતું. તો કેટલાંક લોકો કટાક્ષ ભરેલા ટ્વીટ કરીને મજા પણ લઇ રહ્યા હતા.
છેલ્લી બે પ્રેક્ટીસ મેચમાં નિષ્ફળ રહ્યો હતો પંત
જણાવી દઈએ કે, તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાએ 2 અનઓફિસીયલ વોર્મ-અપ મેચો પણ રમી હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ આ મેચોમાં ઋષભ પંતને ઓપનીંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ, તે બંનેય મેચમાં કોઈ ખાસ પ્રદર્શન નહોતો કરી શક્યો. બંને વોર્મ-અપ મેચમાં પંત માત્ર 9-9 રન જ બનાવી શક્યો હતો. એવામાં ટીમ મેનેજમેન્ટએ બ્રિસ્બનમાં થયેલ પહેલા ઓફિસીયલ વોર્મ-અપ મેચમાંથી પંતને બહાર કરી દીધો હતો.
સોશિયલ મીડિયામાં આવ્યું Memesનું પુર
સોશિયલ મીડિયા પર પ્લેઇંગ-11 માંથી બહાર થતા પંતને ‘વોટર બોય’ તરીકે બોલાવવાનું શરૂ થઇ ગયું હતું. એક યુઝરે સ્માઈલી સાથે કટાક્ષ કરતા લખ્યું હતું કે, “પંત મારે ખોટું લાગી રહ્યું છે.”
અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘પોતાની લયમાં આવવા માટે ઋષભ પંતને કેમ સે કમ પ્રેક્ટીસ મેચમાં તો રમવાની તક આપવી જોઈતી હતી. પરંતુ આના કરતા પણ વધુ શરમજનક વાત શું હોઈ શકે કે મુખ્ય ખેલાડીઓના અસફળ થયા બાદ પણ તેમને મેચોમાં તક આપવામાં આવી રહી છે. તેઓ પંતનું કેરિયર બરબાદ કરી રહ્યા છે.