સલમાને આપી તેના બોડી ડબલ સાગરને શ્રદ્ધાંજલિ, શેર કરી એક ઈમોશનલ પોસ્ટ | Salman khan pays tribute to his body double Sagar and shared emotional post

સલમાન ખાને તેના બોડી ડબલ સાગર પાંડેને શ્રદ્ધાંજલિ આપતા એક પોસ્ટ શેયર કરી છે. એક્ટર અનુપમ ખેર અને રોનિત રોય, એક્ટ્રેસ સંગીતા બિજલાની સહિતની સેલિબ્રિટીઓએ સલમાન ખાનની (Salman Khan) પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સાગર પાંડેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

સલમાને આપી તેના બોડી ડબલ સાગરને શ્રદ્ધાંજલિ, શેર કરી એક ઈમોશનલ પોસ્ટ

Salman Khan With Sagar Pandey

બોલિવૂડ એક્ટર સલમાન ખાને (Salman Khan) તેના બોડી ડબલ સાગર પાંડેને શ્રદ્ધાંજલિ આપતા એક ભાવનાત્મક પોસ્ટ લખી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સાગર પાંડેનું શુક્રવારે મુંબઈના એક જીમમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેને બજરંગી ભાઈજાન, ટ્યુબલાઈટ અને દબંગ સહિત અન્ય ઘણી ફિલ્મોમાં સલમાન ખાનની બોડી ડબલ તરીકે કામ કર્યું હતું. એક્ટર અનુપમ ખેર (Anupam Kher) અને રોનિત રોય, એક્ટ્રેસ સંગીતા બિજલાની સહિતની સેલિબ્રિટીઓએ સલમાન ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સાગર પાંડેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

હાર્ટ એટેકના કારણે થયું મૃત્યુ

તેમના મૃત્યુના સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. જીમમાં વર્કઆઉટ કરતી વખતે સાગરને છાતીમાં દુખાવો થયો, જેના પછી તે જમીન પર પડી ગયો. સાગરની આ હાલત જોઈને તેને નજીકની હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સલમાન ખાને વર્ષ 2015ની ફિલ્મ બજરંગી ભાઈજાનના સેટ પર સાગર પાંડે સાથે પોઝ આપતી તસવીર શેયર કરીને તેને યાદ કર્યો હતો. તેને તસવીરની સાથે લખ્યું, મારી સાથે હોવા માટે દિલથી તમારો આભાર. ભગવાન તમારા આત્માને શાંતિ આપે, સાગર ભાઈ. આભાર સાગર પાંડે.

અહીં જુઓ સલમાન ખાનની ઈમોશનલ પોસ્ટ-

અન્ય ઘણા સ્ટાર્સે પણ વ્યક્ત કર્યો હતો શોક

એક્ટર અનુપમ ખેર અને રોનિત રોય, એક્ટ્રેસ સંગીતા બિજલાની સહિતની સેલિબ્રિટીઓએ સલમાન ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સાગર પાંડેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

સલમાન ખાનનો મોટો ફેન હતો સાગર પાંડે

એવું કહેવાય છે કે સાગર પાંડે સલમાન ખાનનો મોટો ફેન હતો. તે તેની ખૂબ નજીક પણ હતો. સાગર પાંડેની ઉંમર 40-45 વચ્ચે જણાવવામાં આવી રહી છે. પોતાની ફિલ્મો માટે સખત મહેનત કરનાર બોલીવુડ સ્ટાર્સ માટે બોડી ડબલને પણ મહેનત કરવી પડે છે. બહુ ઓછા કલાકારો છે જેઓ ફિલ્મની એક્શન સિક્વન્સ જાતે કરે છે. ઘણી હદ સુધી, એક્ટર્સ બોડી ડબલ્સનો ઉપયોગ કરે છે. તેનો ચહેરો લોકોને દેખાતો નથી પરંતુ તેની મહેનતની પ્રશંસા થાય છે. તે એક ઘોસ્ટ એકટરની જેમ ફિલ્મોમાં કામ કરે છે.