હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક રોબોટ રમતના મેદાન પર ચિંતાની સ્પીડમાં ભાગી રહ્યો છે. આ વીડિયો જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.
Image Credit source: Twitter
World Record By Robot Running: સમયની સાથે સાથે ટેકનોલોજી પણ બદલાઈ રહી છે. ટેકનોલોજીમાં થતા ફેરફારોને કારણે માનવજીવન વધારે સરળ બન્યુ છે. અને ભવિષ્યમાં વધારે સુવિધાયુક્ત બનશે. રોબોટ પણ માણસોના જીવનને વધારે સરળ બનાવી દેશે. તમને જાણીને નવાઈ લાગશે કે રોબોટ રમતના મેદાન પર પણ પોતાની પ્રતિભા બતાવશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક રોબોટ રમતના મેદાન પર ચિંતાની સ્પીડમાં ભાગી રહ્યો છે. આ વીડિયો જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.
આ વીડિયો અમેરિકાનો છે. આ યુનિવર્સિટીએ Cassie નામના એક રોબોટને ટ્રેક પર દોડવા માટે ઉતાર્યો હતો. તે 100 મીટરના રેસ ટ્રેક પર ઉતર્યો હતો. તે રોબોટ 24.7 સેકેન્ડમાં 100 મીટર દોડ્યો હતો. જેના કારણે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયુ હતુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા આ રોબોટે યુનિવર્સિટીના કેમ્પસમાં 53 મિનિટમાં 5 હજાર મીટરની રેસ પૂરી કરી હતી. જેના કારણે નવો રેકોર્ડ બન્યો હતો. તે રોબોટિક્સની દુનિયાનો એક રેકોર્ડ છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Robot World Record: Not sure whether to be inspired or terrified? https://t.co/xevauknkpV pic.twitter.com/2SlycGFsaX
— Dan Tilkin (@DanTilkinKOIN6) September 27, 2022
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અમેરિકી પત્રકારે શેયર કર્યો છે. તેણે લખ્યુ છે કે, આ રોબોટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સમજવામાં નથી આવતુ કે તેનાથી પ્રેરિત થઈએ કે ભયભીત. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આપણી દુનિયા બદલાઈ રહી છે. કલ્પના ન કરી હોય તેવી વસ્તુઓ જોવા મળશે.