Sharad Purnima 2022: આજે શરદ પૂર્ણિમાએ બનાવો બદામની ખીર, જાણો તેની રીત

ઘરે સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીર બનાવવા માટે તમે બદામની ખીર પણ બનાવી શકો છો. તેને બનાવવામાં વધારે સમય નથી લાગતો. ચાલો જાણીએ બદામની ખીર (Kheer Recipe) બનાવવાની રીત.

Sharad Purnima 2022: આજે શરદ પૂર્ણિમાએ બનાવો બદામની ખીર, જાણો તેની રીત

Sharad Purnima 2022 – Almond Kheer

Image Credit source: File photo

Sharad Purnima 2022 : તહેવારો આપણા જીવનને ખુશી અને ઉલ્લાસથી ભરી દે છે. ભારત તહેવારોનો દેશ છે અહીં દરેક મહિનામાં કોઈને કોઈ તહેવાર આવે છે. હાલમાં દેશ-વિદેશમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજે શરદ પૂર્ણિમાં છે. આમ તો દર મહિને પૂર્ણિમા આવે છે, પણ હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવા માટે શુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણોમાં રાખેલી ખીર ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ઘરે સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીર બનાવવા માટે તમે બદામની ખીર પણ બનાવી શકો છો. તેને બનાવવામાં વધારે સમય નથી લાગતો. ચાલો જાણીએ બદામની ખીર (Kheer Recipe) બનાવવાની રીત.

બદામની ખીર બનાવવા માટેની સામગ્રી

બદામની ખીર બનાવવા આ સામગ્રીની જરુર પડશે. એક લીટર દૂધ, એક નાના ચમચી ઈલાયચી પાઉડર, 4-5 કેસરના ટૂકડા, 20-25 બદામ, એક કપ ખાંડ, 10 કપાયેલા બદામ.

બદામની ખીર બનાવવાની રીત

સ્ટેપ – 1 : બદામને ધોઈ લો – બદામને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં મુકી રાખો. પાણીમાં રહેવાથી બદામનું પોષણ મૂલ્ય વધે છે.

સ્ટેપ -2 : બદામની પેસ્ટ બનાવો – પાણીમાં પલાળેલા બદામને છોલી લો. તેને બારીક પીસી લો. જો તેનુ મિશ્રણ ગાઢ છે, તો તેમાં થોડુ દૂધ ઉમેરો.

સ્ટેપ -3 : દૂધને ઉકાળો. તેને ધીમી આંચ પર 10 મિનિટ સુધી ઉકાળો. તેમાં બદામ નાખી, ધીમી આંચ પર દૂધને ઉકાળો. તે પાત્રમાં ચીપકી ન જાય તેનુ ધ્યાન રાખો.

સ્ટેપ – 4 : તેમાં પીસેલી ઈલાયચી અને ખાંડ નાંખો. તેને ધીમી આંચ પર 10 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેમાં ખોયા નાંખો. મિશ્રણ ગાઢ થઈ જાય ત્યારે તેમાં કેસર નાંખો. અને સારી રીતે તેને મિશ્ર કરો.

સ્ટેપ -5 : ગેસ બંધ કરો. આ ખીરમાં કાપેલા બદામ અને પિસ્તા નાંખી તેને ગાર્નિશ કરો. તેને તમે પંસદગી મુજબ ઠંડુ કે ગરમ ખાઈ શકો છો.

બદામ ખાવાની ફાયદા

બદામના સેવનથી યાદશક્તિ વધે છે. તેનાથી મગજ વધારે તેજસ્વી થાય છે. તેનાથી મગજની યાદ રાખવાની શક્તિ વધે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદા કારક છે. તેનાથી હ્દય સ્વસ્થ રહે છે.

أحدث أقدم