Share Market : સપ્તાહના અંતે કેવો રહ્યો કારોબાર? કરો એક નજર Top Gainers ઉપર

ઇન્ફોસિસ અને એચસીએલ ટેક  કારોબારમાં ટોપ ગેઇનર હતા. લાર્જકેપ્સની સાથે મિડકેપ્સ અને સ્મોલકેપ્સે પણ ઉપલા સ્તરેથી નફો બુક કર્યો હતો.સેક્ટોરલ ઈન્ડેક્સમાં બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, હેલ્થકેર, ફાર્મા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વધ્યા હતા.

Share Market  : સપ્તાહના અંતે કેવો રહ્યો કારોબાર? કરો એક નજર Top Gainers  ઉપર

બોમ્બે સ્ટોક એક્સચેન્જ – BSE

સપ્તાહના છેલ્લા દિવસેશેરબજાર(શેર બજાર)માં  BSE સેન્સેક્સ 684.64 પોઈન્ટ અથવા 1.20 ટકાના વધારા સાથે 57,919.97 પર બંધ થયો હતો. નિફ્ટી 171.40 પોઈન્ટ મુજબ 1.01 ટકા વધીને 17,185.70 પર બંધ થયો છે. બેન્ક નિફ્ટી 681.60 પોઈન્ટ અથવા 1.76 ટકા વધીને 39,305.60 પર બંધ થયો હતો. આ જ તેજીની અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી. ભારતીય બેન્ચમાર્ક BSE સેન્સેક્સ એક સમયે 1,200 પોઈન્ટ ઉપર હતો જ્યારે નિફ્ટી 330 પોઈન્ટથી વધુનો વધારો દર્શાવી ચુક્યો હતો. ભારતના બજારોનું ક્લોઝિંગ લીલુંછમ રહ્યું પરંતુ સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 515 પોઈન્ટ ગબડ્યો હતો જ્યારે નિફ્ટીએ 162 પોઈન્ટ ગુમાવ્યા હતા.

અમેરિકાના છૂટક ફુગાવાના ડેટા અપેક્ષા કરતા વધુ હોવા છતાં શેરબજારોએ સારી રિકવરી કરી અને તેજી સાથે બંધ થયા હતા. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં યુએસ ગ્રાહક ભાવ 0.4% વધ્યા છે જ્યારે નિષ્ણાતો 0.2 ટકાના વધારાની આગાહી કરી રહ્યા હતા. IAF ગ્લોબલે તેની એક નોંધમાં જણાવ્યું હતું કે જ્યારે S&P 500 રિટ્રેસમેન્ટ 50% થી નીચે થાય ત્યારે આ ખરીદી અલ્ગો ટ્રેડિંગ દ્વારા થઈ શકે છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ઓવરસોલ્ડ માર્કેટ પોઝિશનિંગને કારણે શોર્ટ કવરિંગ થયું હતું અને ડાઉ 1,400 પોઇન્ટ વધ્યો હતો.

આ સ્ટોક્સમાં સપ્તાહના પાંચેય કારોબારી સત્રમાં અપર સર્કિટ નોંધાઈ

કંપની નું નામ બિડ જથ્થો છેલ્લી કિંમત % Chg
યુનાઇટેડ પોલીફેબ 23,501 પર રાખવામાં આવી છે 71.35 9.94
અતુલ ઓટો 1,244 પર રાખવામાં આવી છે 279.25 7.67
રવિ કુમાર જિ 52,498 પર રાખવામાં આવી છે 19.7 4.79

બેંકિંગ, આઈટી શેરોમાં ભારે ખરીદીના કારણે  ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1200 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. તે જ સમયે નિફ્ટીમાં 334 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.ટ્રેડિંગના છેલ્લા એક કલાકમાં માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું જેના કારણે સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 685 પોઈન્ટ્સ વધીને 51920 પોઈન્ટ પર પહોંચી ગયો હતો અને નિફ્ટીએ ઉછાળો આપ્યો હતો. ઇન્ડેક્સ 171 પોઈન્ટ વધીને 17186ની સપાટીએ બંધ રહ્યો હતો.

નિફ્ટી 50 ટોપ ગેઇનર્સ

કંપની નું નામ છેલ્લી કિંમત % લાભ
ઇન્ફોસીસ 1,474.25 છે 3.83
HDFC બેંક 1,439.00 3.26
એચડીએફસી 2,343.50 છે 2.64
યુપીએલ 678.3 2.17
HCL ટેક 1,002.55 છે 2.08

ઇન્ફોસિસ અને એચસીએલ ટેક  કારોબારમાં ટોપ ગેઇનર હતા. લાર્જકેપ્સની સાથે મિડકેપ્સ અને સ્મોલકેપ્સે પણ ઉપલા સ્તરેથી નફો બુક કર્યો હતો.સેક્ટોરલ ઈન્ડેક્સમાં બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, હેલ્થકેર, ફાર્મા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વધ્યા હતા. જોકે મેટલ, રિયલ્ટી અને ઓટોમાં ઘટાડો નોંધાયો હતો. આજે BSE પર 3593 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાંથી 1835 શેર લીલા અને 1608 શેર લાલ નિશાનમાં રહ્યા હતા. 150 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

أحدث أقدم