ઇન્ટરનેટ પર મોરબી હોનારત ટ્રેન્ડિંગ થતા ગૂગલે SOS એલર્ટ જાહેર કર્યું

[og_img]

  • વિશ્વના 25 કરોડથી વધુ લોકોએ ગૂગલ પર ‘મોરબી’ દુર્ઘટનાની માહિતી મેળવી
  • પીએમ મોદી, રશિયન પ્રેસિડેન્ટ સહીત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
  • મોરબી સંબંધિત 25 શબ્દોનું 5 હજારથી વધુ % સર્ચ થતા ગૂગલે બેંકઆઉટ આપ્યું: સાયબર એક્સપર્ટ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 143થી વધુ લોકોના મોતની ઘટનાથી વિશ્વભરમાં અરેરાટી ફેલાઇ છે. આ દુર્ઘટના ગઈકાલે સાંજથી ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ છે. વિશ્વભરના 25 કરોડથી વધુ યુઝર્સે છેલ્લાં 24 કલાકમાં ગુગલ પર મોરબી શબ્દ સર્ચ કરી હોનારત અંગે વિવિધ માહિતી મેળવી છે.

મોરબીમાં નૂતન વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ ગઈકાલે રવિવારે સાંજે તૂટી પડયો હતો. ઝુલતા પુલ પર હાજર 20 બાળકો સહિત 100થી વધુ લોકોના મોત થયાં છે. આ ગોઝારી ઘટનાને પગલે વિશ્વભરમાં મોરબી કેન્દ્રના સ્થાને છે.

પીએમ મોદી સહિત રશિયા અને નેપાળ વગેરે દેશના ટોચના નેતાઓએ મૃતકોને શ્રદ્ધાજંલિ પાઠવી છે. ગૂગલ પર ટ્રેન્ડિંગ મોરબી દુર્યટના અંગે સાયબર એક્સપર્ટનું કહેવું છે કે, વિશ્વભરના 25 કરોડથી વધુ યુઝર્સે એક જ દિવસમાં ગૂગલ પર સૌથી વધુ મોરબી શબ્દ સર્ચ કર્યો છે. કરોડો યુઝર્સે ચોક્કસ 25 કી-વર્ડ (ઓ)નું 5 હજારથી વધુ % સર્ચ કરતા ગુગલે મોરબી સંબંધિત તમામ શબ્દોને બ્રેકઆઉટ આપ્યું છે. આ ઉપરાંત મોરબીની દુર્ઘટના ઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થતાં ગૂગલે SOS એલર્ટ જાહેર કર્યું છે. SOS મારફતે મોરબીની ઘટના અંગે અફવા તથા ખોટી માહિતી ન ફેલાય અને લોકો સુધી સચોટ માહિતી પહોંચે તેવો ગૂગલનો પ્રયાસ છે.

ગૂગલ પર મોરબી સંબંધિત કયા શબ્દોથી સર્ચ કરાયું?

કરોડો યુઝર્સે morbi, morbi bridge collapse, morbi bridge, gujarat news, morbi cable bridge, gujarat morbi bridge, gujrat, gujarat bridge collapse, gujarat bridge, bridge collapse morbi bridge gujarat, gujarat bridge collapse, bridge collapse in morbi, morbi hanging bridge, morbi hadsa, morbi bridge accident, morbi bridge video, morbi river bridge, morbi julto pul news, suspension bridge morbi, morbi bridge hitory orex morbi bridge, morbi incident, cabel bridge અને machchhu river વગેરે જેવા શબ્દોથી ગૂગલ સર્ચ કરી હોનારત અંગે માહિતી મેળવી છે.

ગૂગલના દર 100માંથી 90 યુઝર્સે મોરબી ઘટના સર્ચ કરી યુઝર્સે દ્વારા એક જ ઘટના અંગે ચોક્કસ શબ્દનું પાંચ હજાર ટકા કરતા વધુ સર્ચ કરવામાં આવે તો ગૂગલ તેને બ્રેક આઉટ આપે છે. મોરબીની ઘટના અંગે 25 જેટલા વિવિધ કી વર્ડથી સર્ચ થયેલા તમામ શબ્દોને ગૂગલે ગઈકાલે આપેલું બ્રેકઆઉટ આજે પણ યથાવત છે. રિયલ ટાઇમમાં વિશ્વના વિવિધ સ્થળેથી 25 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ એક જ ધટના સર્ચ કરી છે. 24 કલાકમાં મોરબી શબ્દ 10 લાખ કરતા વધુ વખત શોધવામાં આવતા ગૂગલે તેને 100 સ્કોર આપ્યો છે. ગૂગલના દર 100માંથી 90 યુઝર્સે મોરબી ઘટના સર્ચ કરી છે. કરોડો યુઝર્સે મોરબી હોનારત અંગે 25 વિવિધ શબ્દોથી ગૂગલ પર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે. – મયુર ભુસાવળકર, સાયબર એક્સપર્ટ.

કોરોના કાળ બાદ પ્રથમ ઘટના અંગે ગૂગલ પર સૌથી વધુ સર્ચ

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ ગૂગલ પર યુઝર્સે 43 વર્ષ જુની મચ્છુ ડેમની ગોઝારી ઘટના અંગે પણ સર્ચ કરી વિગતો મેળવી હતી. કોરોના કાળ બાદ મોરબીની પ્રથમ ઘટના છે કે જેના માટે ગૂગલ પર કરોડો યુઝર્સે સૌથી વધુ સર્ચ કર્યું છે. યુક્રેન અને રશિયા યુદ્ધ અંગે પણ ગૂગલ પર આટલુ સર્ચ થયું ન હોવાનું સાયબર એક્સપર્ટે ઉમેર્યું હતું.

Previous Post Next Post