વડોદરાના પાવર લીફ્ટર સન્ની બાવચાએ નેશનલ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો | Sunny Bawcha power lifter from Vadodara won gold medal in National Championship

વડોદરાના(Vadodara) પાવર લિફ્ટર સન્ની સોમભાઈ બાવચાએ તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ ગયેલી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં નવો કીર્તિમાન સ્થાપવાની સાથે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી વડોદરાની અને ગુજરાતની શાન વધારી છે.

વડોદરાના પાવર લીફ્ટર સન્ની બાવચાએ નેશનલ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

Power Lifter Sunny Bawcha

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું(Gujarat)રાજ્યમાં પહેલીવાર 36 મી નેશનલ ગેમ્સ(Natioanl Games 2022) યોજવામાં ઘણું મોટું યોગદાન છે ત્યારે આ સંસ્થાના કોચ અને વડોદરાના(Vadodara) પાવર લિફ્ટર સન્ની સોમભાઈ બાવચાએ તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ ગયેલી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં નવો કીર્તિમાન સ્થાપવાની સાથે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી વડોદરાની અને ગુજરાતની શાન વધારી છે. તેમણે 83 કીગ્રા વજન વર્ગમાં કુલ 640 કિગ્રા ભારોત્તોલન દ્વારા આ સિદ્ધિ મેળવી હતી અને સ્પર્ધામાં 250 કિગ્રા સ્કવાટનો નવો રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો હતો.

અત્યાર સુધી 8 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 6 સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યા

આ પાવર લિફ્ટર કહે છે કે મારું લક્ષ્ય હવે પછીની કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનું અને ચંદ્રક જીતવાનું છે.તેઓ નિકટ ભવિષ્યમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ સ્પર્ધા માટે પસંદ થયાં છે. તેઓ છેલ્લા સાત વર્ષથી પાવર લીફટિંગ કરે છે અને અત્યાર સુધી 8 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 6 સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યા છે. તેમણે શરૂઆત બોડી બિલ્ડિંગ ની રમત થી કરી હતી.શહેરમાં આ રમત માટે પ્રોત્સાહક વાતાવરણ રચવામાં તેમનું યોગદાન છે.

6 વાર ગુજરાત અને 7 વાર વડોદરા સ્ટ્રોંગમેન થઈ ચૂક્યા

જેમાં રમત પ્રેમ તેમના માટે કૌટુંબિક વારસા સમાન છે.તેમના પિતા સોમભાઈ અને ભાઈ કેવલ રણજી ખેલાડી રહી ચૂક્યા છે. સન્ની કોવીડ સમયે આ રમતનો મહાવરો ચાલુ રહ્યો એ માટે ક્રોસ્ફીટ જીમ અને તેના સંચાલક લોકેશ શર્માનો આભાર માને છે. તેઓ એસ.એ.જી.ના કોચ તરીકે વડોદરા અને રાજ્યના ભાવિ પાવર લીફ્ટર્સ ને પ્રશિક્ષિત કરી રહ્યાં છે.આ રમત અત્યાર સુધી પુરુષોના આધિપત્ય વાળી રહી છે.હવે છોકરીઓમાં આ રમતના જાગેલા આકર્ષણને તેઓ શુભ સંકેત માને છે.રાજ્યમાં આ રમતના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ આશાવાદી છે.

Previous Post Next Post