સુરત(Surat)જિલ્લાના કામરેજ હાઇવે પર થી એમ્બ્યુલન્સ માંથી કરોડોની ડુપ્લીકેટ કરન્સી(Duplicate Currency) સુરત જિલ્લા પોલીસે પકડી પાડી છે કામરેજ પોલીસને મળેલી બાતમી મુજબ કેટલાક ઇસમોની ટોળકી આશરે કરોડ જેટલી બનાવટી ચલણી નોટો પોતાની પાસે રાખી બજારમાં વટાવવાની ફીરાકમાં છે
Surat Police Seized Duplicate Currency
સુરત(Surat)જિલ્લાના કામરેજ હાઇવે પર થી એમ્બ્યુલન્સ માંથી કરોડોની ડુપ્લીકેટ કરન્સી(Duplicate Currency) સુરત જિલ્લા પોલીસે પકડી પાડી છે કામરેજ પોલીસને મળેલી બાતમી મુજબ કેટલાક ઇસમોની ટોળકી આશરે કરોડ જેટલી બનાવટી ચલણી નોટો પોતાની પાસે રાખી બજારમાં વટાવવાની ફીરાકમાં છે તથા આ બનાવટી ચલણી નોટોનો ઉપયોગ કરી છેતરપીંડી કરી રહેલ છે. જેમાંથી એક ઇસમ કીમ ચાર રસ્તા તરફથી એક એમ્બ્યુલન્સ નંબર GJ-18-U-8912 જેના ઉપર દિકરી એજ્યુકેશન ટ્રસ્ટ મોટાવડાલા-સુરત લખેલ છે અને આ એમ્બ્યુલન્સમાં બનાવટી ચલણી નોટો લઇને કામરેજ ચાર રસ્તાથી સુરત શહેર તરફ વટાવવા જવાનો છે.
સુરત જિલ્લા એસપી અને સુરત રેન્જ આઇ.જી ને જાણ કરવામાં આવી હતી
તેના આધારે અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર આવેલ શીવ શક્તિ હોટલની સામે નવી પારડી કટ પાસે નાકાબંધી કરી આ એમ્બુલન્સને રોકી લીધેલ જેમાં ચેક કરતા એમ્બુલન્સના પાછળના ભાગે છ પતરાની છ પેટીમાં 2000 ના દરની નોટોના બંડલ -1290 જેમાં કુલ નોટ નંગ 1,29,000 શંકાસ્પદ બનાવટી ચલણી નોટો મળી આવેલ. જે નોટો કુલ 25,80,00,000 કબ્જે કરી હતી. આમ કરોડો રૂપિયાની નકલી નોટ મળતાની સાથે જ તાત્કાલિક સુરત જિલ્લા એસપી અને સુરત રેન્જ આઇ.જી ને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક સુરત જિલ્લા એસપી હિતેશ જોરસર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી.
સંડોવાયેલ આરોપીઓ
(૧) હિતેષભાઇ પરસોત્તમભાઇ કોટળીયા
(૨) દિનેશભાઇ લાલજીભાઇ પોશીયા
(૩) વિપુલકુમાર હરીશભાઇ પટેલ
(૪) વિકાસ જૈન રહે. મુંબઇ
(૫) દીનાનાથ યાદવ રહે. મુંબઇ
ડુપ્લીકેટ નોટો અલગ અલગ જિલ્લાઓમાં ફેરવાના હતા અને કેરલીક રકમ ઘરમાં માથી મળી.
આમ સુરત જિલ્લા પોલીસ દ્વારા કરોડો રૂપિયાની ડુબલીકેટ નોટ પકડી પાડતા જ જે તપાસ દરમ્યાન વિભાગીય પોલીસ અધિકારી બી.કે.વનારના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ સઘન તપાસ તજવીજ હાથ ધરતા પકડાયેલ આરોપી હીતેશ પરશોતમભાઇ કોટડીયાએ તેના વતન ખાતે વધુ નોટો છુપાવેલ હોવાનુ જાણવા મળતા તાત્કાલીક એક ટીમ આરોપીના વતન મોટાવડાળા તા કાલાવડ જિ. જામનગર ખાતે મોકલી ૨૦૦૦/- તથા ૫૦૦/- ના દરની ૫૨,૭૪,૦૪,૦૦ -ના અંકિત મૂલ્યની બનાવટી ચલણી નોટો પતરાની પેટીઓમાં ઘાસ નીચે છુપાવેલી પકડી પાડવામાં આવેલ.
આ ગેંગનું કરોડોનું ડુપ્લીકેટ નોટોનું કાવતરું હતું
આમ તમામ આરોપીઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી વિકાસ જૈને નોટો જાતે અથવા બીજા સહ આરોપીઓ જોડે આરોપી દીનાનાથ યાદવ અને અન્ય સહ આરોપીની મદદગારીથી બનાવી બીજા આરોપી મારફતે સદરહુ બનાવટી નોટોને સાચી નોટો તરીકે બજારમાં ઇસમો અથવા કંપનીઓને બતાવી તથા પોતાના ટ્રસ્ટના નામનો ઉપયોગ કરી જુદાજુદા ઇસમો સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરેલ તથા અંગત આર્થીક ફાયદો મેળવવાના ઇરાદાથી વટાવવા અર્થે પોતાના કબજામાં રાખી ભારતીય અર્થતંત્રને મોટુ નુકસાન થાય તે રીતે તમામ આરોપીઓએ સાથે મળી રુપીયા ૧૦૦,૦૦,૦૦,૦૦૦/- (સો કરોડ)ના અંકિત મૂલ્યની ૨૦૦૦/- તથા ૫૦૦/- ના દરની બનાવટી ચલણી નોટો બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા છતાં તે બનાવી, મેળવી, ખરીદી, ગુનાહીત ઇરાદે પોતાના કબજામાં રાખી, ઉપયોગ કરી કુલ ૭૮,૫૪,૦૪,૦૦૦/ ( ઇઠ્યોતેર કરોડ ચોપ્પન લાખ ચાર હજાર)ના અંકિત મૂલ્યની બનાવટી ચલણી નોટો સાથે ત્રણ આરોપીઓ પકડાઇ ગયા હતા.
તેમજ બાકીની બનાવટી ચલણી નોટો બજારમાં વટાવી, સગેવગે કરી, અથવા નાશ કરી ગંભીર ગુનો આચરેલ હોઇ, અને તપાસ કરતા ગુનાહિત જણાય આવતા કામરેજ પો.સ્ટે.ખાતે ભારતીય ફોજદારી ધારાની કલમ- ૪૮૯(૧),(ખ),(ગ),૪૦૬,૪૨૦,૨૦૧,૧૨૦(બી) મુજબ ની ફરીયાદ સરકાર તરફે નોંધી. રીકવર કરવાનો બાકીનો બનાવટી ચલણી નોટોનો જથ્થો કોઇ જ્ગ્યએ સંતાડી રાખેલ છે કે કોઇ ને આપી વટાવેલ છે ? વિગેરે મુદ્દાઓ ઉંડાણપૂર્વકની તપાસ તજવીજ કરવામાં આવી રહેલ છે.