Surat : રેકોર્ડબ્રેક ડુપ્લીકેટ નોટો ઝડપાઇ, મુખ્ય સૂત્રધાર મુંબઇથી ઝડપાયો, તપાસમાં વધુ 227 કરોડની નકલી નોટો મળી | Surat Record breaking Fake notes caught mastermind caught from Mumbai investigation found more fake notes worth 227 crores

ગુજરાતના(Gujarat) કામરેજમાં મળેલી નકલી ચલણી નોટ(Fake Curruncy) મામલે નવો જ ઘટસ્ફોટ થયો છે. 52 કરોડ થી વધુ ની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ(Mumbai)બાદ હવે છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત અન્ય 2 લોકો ને મુંબઈ થી ઝડપી પાડ્યા હતાં

Surat : રેકોર્ડબ્રેક ડુપ્લીકેટ નોટો ઝડપાઇ, મુખ્ય સૂત્રધાર મુંબઇથી ઝડપાયો, તપાસમાં વધુ 227 કરોડની નકલી નોટો મળી

Surat Kamrej Fake Currency Accused

ગુજરાતના(Gujarat) કામરેજમાં મળેલી નકલી ચલણી નોટ(Fake Curruncy) મામલે નવો જ ઘટસ્ફોટ થયો છે. 52 કરોડ થી વધુ ની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ(Mumbai)બાદ હવે છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત અન્ય 2 લોકો ને મુંબઈ થી ઝડપી પાડ્યા હતાં અને પોલીસે અલગ અલગ જગ્યા પરથી 317 કરોડ ની રેકોર્ડ બ્રેક નકલી નોટ પકડી પાડી હતી. જેમાં 67 લાખ 500 અને 1000 ની જૂની નોટો પણ કબ્જે કરવામાં છે. અત્યાર સુધી 6 લોકો ની સુરત જિલ્લા પોલીસ ની ટીમે ધરપકડ કરી છે. ગત તારીખ 29 ના રોજ કામરેજ પોલીસે કામરેજ નજીકથી જામનગરની એક ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માંથી કરોડોની ચલણી નોટ ઝડપી પાડી હતી. જે સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલક હિતેશ ના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી.

લોજીસ્ટિક કંપની ના માલિક વિકાસ જૈન સહિત છ લોકોની ધરપકડ

આ સમગ્ર મામલે તપાસ દરમિયાન આ બનાવટી નોટોના રેલાએ મુંબઈ તરફ વળાંક લીધો હતો અને મુંબઈ ખાતે રહેતા આ કેસના મુખ્ય સૂત્રધાર વિકાસ જૈન નું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસે મુખ્ય સૂત્રધાર અને વી.આર. લોજીસ્ટિક કંપની ના માલિક વિકાસ જૈન સહિત છ લોકોની ધરપકડ કરી છે. જેમાં 2.17 કરોડ જેટલી રકમ મુંબઈથી વિકાસ જૈનના ઓફિસ તેમજ અલગ અલગ ગોડાઉન પર થી ઝડપી પાડી છે. પોલીસે 67 કરોડ જેટલી રકમ નોટ બંધી સમયની 500 અને 1000 ની ચલણી નોટ પણ મળી આવી છે. હાલ તો જિલ્લા એલ સી બી ની ટીમે માસ્ટર માઇન્ડ વિકાસ જૈન તેનો ડ્રાઈવર અને અન્ય ઈસમ ની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે અત્યાર સુધી 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ડિલિંગ કરતી વખતે અમુક રકમ એડવાન્સ ટોકન રૂપે લઇ લેતા હતાં

આ નકલી નોટો ઉત્તર ભારત થી મુંબઇ લાવવામાં આવી હતી. વી આર લોજીસ્ટિક કંપનીના માલિક વિકાસ જૈન અને સાથી આરોપી ઓ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેઓ જેતે વ્યક્તિ સાથે ડિલિંગ કરતી વખતે અમુક રકમ એડવાન્સ ટોકન રૂપે લઇ લેતા હતાં. જેમાં રાજકોટ ના એક વ્યાપારી સાથે એક કરોડ થી ઠગાઈ કર્યા નું બહાર આવ્યું છે.

સમગ્ર રેકેટ માં જ્યારે પહેલી વાર નોટ પકડાઈ ત્યારે આરોપીઓએ તેઓ ફિલ્મો ના શૂટિંગ માટે વાપરનાર હોવાનું જણાવી પોલીસ ને ગુમરાહ કરી હતી. જોકે તપાસ દરમિયાન રેલો મુંબઇ પહોંચ્યો હતો. અને વી.આર લોજીસ્ટિક કંપની નો માલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેઓ ટ્રસ્ટ નો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી નોટો અસલી તરીકે બતાવી બુકીંગ ના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા.

આ ઠગો વીડિયો કોલ ના મારફતે બનાવતી નોટો બતાવી વિશ્વાસ માં લેતા હતા

મુખ્ય સૂત્રધાર વિકાસ જૈન એ ગુજરાત જ નહીં પરંતુ મુંબઇ , દિલ્હી તેમજ બેંગ્લોર માં આખું નેટવર્ક ઉભું કર્યું હતું. ને તમામ રાજ્યો માં મોંઘીદાટ ઓફિસો બનાવી હોવાનું તપાસ માં બહાર આવ્યું છે. સામાન્ય રીતે જોઈ કોઈ વ્યક્તિ ટ્રસ્ટ માં દાન આપનાર હોય તેમજ કોઈ જગ્યા એ નાણાં નું રોકાણ કરનાર હોય એવી વ્યક્તિઓ 50 ટકા રકમ કેસ માં પણ જોવા માંગતા તો તેઓ ને આ ઠગો વીડિયો કોલ ના મારફતે બનાવતી નોટો બતાવી વિશ્વાસ માં લેતા હતા. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ ની સાથે બેંકર્સ તેમજ આરબીઆઈ ની ટીમ પણ સતત તપાસ નું મોનીટરીંગ કરી રહી છે.

આરોપીઓના નામ

1. હિતેશ કોટલીયા
2. દિનેશ પોસીયા
3. વિપુલ પટેલ, આણંદ
4. વિકાસ જૈન (મુખ્ય આરોપી )મુંબઈ
5. દીનાનાથ યાદવ(યુ. પી )
6. અનુસ શર્મા (અંધેરી, મુંબઈ )

With Input Credit Jignesh Mehta(Bardoli)