તહેવારો ટાણે મીઠાઇમાં ભેળસેળ કરનારાઓ પર સુરત આરોગ્ય વિભાગે તવાઇ બોલાવી છે. સુરત મનપાના આરોગ્ય વિભાગે શહેરના તમામ ઝોનમાં વિવિધ ટીમો બનાવી, જાણીતા મીઠાઇ અને ફરસાણના ઉત્પાદકોની દુકાનો પર તપાસ હાથ ધરી હતી.
Surat: તહેવારો ટાણે મીઠાઇમાં ભેળસેળ કરનારાઓ પર સુરત આરોગ્ય વિભાગે તવાઇ બોલાવી છે. સુરત મનપાના (Surat Municipal Corporation) આરોગ્ય વિભાગે શહેરના તમામ ઝોનમાં વિવિધ ટીમો બનાવી, જાણીતા મીઠાઇ અને ફરસાણના ઉત્પાદકોની દુકાનો પર તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ સાથે કેટલીક મીઠાઇઓના સેમ્પલ પણ લીધા હતા. અને લેબ તપાસ માટે મોકલી આપ્યા હતા. આ મીઠાઇના સેમ્પલ જો નેટેગિટ આવશે તો વેપારીઓ સામે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે ઓછી મહેનતે વધુ કમાઇ લેવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહી મહત્વની છે. જોકે આજે લીધેલા સેમ્પલનો રિપોર્ટ 5 દિવસ બાદ આવશે.