Surat : અમદાવાદમાં થયેલ કરોડોની રોકડ અને હીરાની લૂંટના મુખ્ય સૂત્રધારને પીસીબીએ ઝડપ્યો
અમદાવાદ(Ahmedabad)ગ્રામ્યના હાઇવે પર થયેલ કરોડોની રોકડ સહિત હીરાની(Diamond)લૂંટ પ્રકરણમાં મુખ્ય સૂત્રધારની સુરત (Surat)પીસીબીએ કાપોદ્રા ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.મુખ્ય સૂત્રધાર અગાઉ ટ્રાવેલ્સની ઓફિસમાં હિસાબ-કિતાબનો ધંધો કરતો હતો અને ટ્રાવેલ્સ મારફતે સાત આંગડીયા પેઢીમાં કરોડોના હીરા અને રોકડની સુરત ખાતે હેરાફેરી કરવામાં આવતી હતી.
સુરત પીસીબીએ અમદાવાદ ડાયમંડ લૂંટના આરોપીની ધરપકડ કરી છે
અમદાવાદ(અમદાવાદ)ગ્રામ્યના હાઇવે પર થયેલ કરોડોની રોકડ સહિત હીરાની(હીરા)લૂંટ પ્રકરણમાં મુખ્ય સૂત્રધારની સુરત (સુરત)પીસીબીએ કાપોદ્રા ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.મુખ્ય સૂત્રધાર અગાઉ ટ્રાવેલ્સની ઓફિસમાં હિસાબ-કિતાબનો ધંધો કરતો હતો અને ટ્રાવેલ્સ મારફતે સાત આંગડીયા પેઢીમાં કરોડોના હીરા અને રોકડની સુરત ખાતે હેરાફેરી કરવામાં આવતી હતી.જે બાબતથી આરોપી વાકેફ હોય તેણે અન્ય આરોપીઓને લૂંટની ટીપ આપી હોવાનું બહાર આવ્યું હતું.
સુરત પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદ ગ્રામ્યના હાઇવે પર રામદેવ ટ્રાવેલ્સ નામની બસને આંતરી લૂંટારુઓ દ્વારા બે કરોડથી વધુની લૂંટ ચલાવવામાં આવી હતી.હાઇવે પર બસને આંતરી નવ જેટલા લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.જે ઘટનામાં અમદાવાદ અને આણંદ પોલીસે નવ જેટલા આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો.આ ઘટનામાં આરોપીઓને ટીપ આપનાર અને મુખ્ય સૂત્રધાર સુરતનો હોવાનું બહાર આવ્યું હતું.જેથી અમદાવાદ પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો.જ્યાં સુરત પીસીબીના પીઆઇ રાજેશ સુવેરા તેમની ટિમ ને તાત્કાલિક સૂચન કરી તેમના સહિતની અલગ અલગ ટિમો બનાવી આરોપી ભાગી ના છૂટે તે પહેલા આરોપીને કાપોદ્રા રચના સર્કલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આમ સુરત પીસીબી દ્વારા આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપીની પુછપરછ તેણે જ સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો.જેમાં તેનો 10 ટકા જેટલો ભાગ હતો.હાલ આરોપી હિરેન ધીરુભાઈ આકોલીયા વર્ષ 2011 માં રામદેવ ટ્રાવેલ્સમાં હિસાબ કિતાબનું કામકાજ સંભાળતો હતો.જ્યાં સાત આંગડિયા પેઢી દ્વારા રામદેવ ટ્રાવેલ્સમાં અમદાવાદથી સુરત કરોડોની રોકડ અને હીરાની હેરાફેરી કરવામાં આવે છે,તેની જાણકારી હિરેનને પૂરેપૂરી હતી.જેથી તેણે અમય સાગરીતો સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.હાલ આરોપીની ધરપકડ કરી કબ્જો અમદાવાદ પોલીસને સોંપવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Post a Comment