સુરતમાં(Surat)ઉત્તર ભારતીયના પરપ્રાંતીઓની ખૂબ જ મોટી વસ્તી છે.દિવાળી પર્વ(Diwali 2022)પર તેઓ પરિવાર સાથે પોતાના વતન જવા માટે જતા હોય છે.ત્યારે આ વર્ષે ઉધના રેલ્વે સ્ટેશન(Railway Station) પર ઉત્તર ભારતીય મુસાફરોની અંધાધૂંધી જોવા મળી હતી. જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા
સુરત ઉધના રેલ્વે સ્ટેશન
સુરતમાં(સુરત)ઉત્તર ભારતીયના પરપ્રાંતીઓની ખૂબ જ મોટી વસ્તી છે.દિવાળી પર્વ(દિવાળી 2022)પર તેઓ પરિવાર સાથે પોતાના વતન જવા માટે જતા હોય છે.ત્યારે આ વર્ષે ઉધના રેલ્વે સ્ટેશન(રેલવે સ્ટેશન) પર ઉત્તર ભારતીય મુસાફરોની અંધાધૂંધી જોવા મળી હતી. જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. પ્લેટફોર્મ પર ઊભા રહેવાની પણ જગ્યા ન મળી રહે તેટલો મુસાફરોનો જનસલાબ જોવા મળ્યો હતો. ત્યારે મુસાફરોની સુરક્ષા ને લઈને પણ મોટા પ્રશ્નો ઊભા થયા હતા.દિવાળીના એક દિવસ પહેલા ઉત્તર ભારતીયો પોતાના વતન જવા માટે દોટ લગાવી હતી. ઉધના રેલ્વે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોનું માનવ મેરામણ જોવા મળ્યું હતું. દિવાળીની રજાઓમાં વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ખરેખર મુસાફરોની અંધાધૂંધી સર્જાઈ હતી. મુસાફરોની એટલી મોટી ભીડ હતી કે પગ મુકવાની પણ જગ્યા ન મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના માત્ર હજારોની સંખ્યામાં મુસાફરો જ જોવા મળ્યા હતા.
મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલી પડી રહી હતી
દિવાળી પર ગામ જવા માટે સુરતના ઉધના રેલ્વે સ્ટેશને આડેધડ મુસાફરી કરવાની ફરજ પડી હતી.પોતાનો અને પરિવારનો જીવ જોખમમાં મૂકી મુસાફરો વતન જવાની દોટ લગાવી હતી. ઉધના રેલવે સ્ટેશનથી ઉધના-જયનગર (અંત્યોદય એક્સપ્રેસ) નામની આ ટ્રેનમાં હજારો મુસાફરો મુસાફરી કરવા પહોંચ્યા હતા. મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલી પડી રહી હતી.મુસાફરો ટ્રેનના દરવાજામાંથી પ્રવેશ કરી શકતા નથી, તો ટ્રેનના કોચની બારીમાંથી પ્રવેશ કરી રહ્યા હતા. ટ્રેનમાં મુસાફરી કરવા પુરુષો મહિલાઓ અને બાળકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા હતા.ઉધના રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ પર મુસાફરોની કેટલા પ્રમાણમાં ભીડ હતી કે ઊભા રહેવાની પણ માંડ માંડ જગ્યા મળી રહેતી હતી.રેલવે સ્ટેશનના રેલ્વે ટ્રેક પર પણ મુસાફરો આદેધડ પસાર થઈ રહ્યા હતા.રેલ્વે ટ્રેક પરથી બાળકો અને મહિલાઓ પણ એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર પસાર થઈ રહ્યા હતા.ત્યારે મોટા અકસ્માતની પણ અહીં શક્યતા જોવા મળી રહી છે.
મુસાફરો ટ્રેનની ટિકિટ લઈને પણ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા
મુસાફરોએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી આરોપ કરતા જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર મુસાફરોની સલામતી અને સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.જેથી અહીં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ? રેલવે પોલીસની પણ અહીં કોઈ જ કામગીરી જોવા મળી ન હતી. રેલવે પોલીસના પણ એક પણ અધિકારી કે પોલીસ જવાન મુસાફરોને જીવનું જોખમ ઉભું ન કરવાનો પ્રયાસ કરાયો ન હતો. ઉધનાથી જયનગર જવા રવાના થયેલી આ ભીડને કારણે ઘણા મુસાફરો ટ્રેનની ટિકિટ લઈને પણ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા.સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરની મુસાફરીની અંધાધુંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી મુસાફરો રેલ્વે પ્રશાસન સામે સવાલો કરી રહ્યા છે કે આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે…?