Surat : મદદ માટે મોરબી પહોંચી સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ ટિમ

ફાયરના જવાની સાથે તેઓએ રેસ્ક્યુ બચાવ કામગીરી માટે મોરાભાગલ ફાયર સ્ટેશનની જોકર બોટ એન્જીન સાથે, એમ્બ્યુલન્સ, રબર બોટ, લાઈફ જેકેટ, રસ્સા, અંડર વોટર સેટ સહિતની સામગ્રીઓ લઈને પહોંચ્યા છે.

Surat : મદદ માટે મોરબી પહોંચી સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ ટિમ

સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ મદદ માટે મોરબી પહોંચી હતી

મહાદિક વાળ

|

ઑક્ટો 31, 2022 | 7:28 AM

મોરબીના(રોગો ) મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ(પુલ ) તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજીય હોસ્પિટલમાં (હોસ્પિટલ ) પોતાના સગા સબંધીઓને શોધી રહ્યા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. દરેક કોઈ પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે. ત્યારે સુરત ફાયર વિભાગની ટિમ પણ રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે મોરબી પહોંચી છે.

ફાયર ઓફિસર ઈશ્વર પટેલના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં રેસ્ક્યુ અને બચાવ કામગીરી સતત ચાલુ છે. મદદ માટે અમે પણ સુરતથી ટિમ મોરબી પહોંચી છે. તેમની સાથે અન્ય ફાયરના જવાનો, ડ્રાઈવર, માર્શલ, માર્શલ લીડર સહીત કુલ 17 ફાયરના જવાનોની ટિમ મોરબી પહોંચી ચુકી છે. અને એક પણ ક્ષણ બગાડ્યા વગર રેસ્ક્યુ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. ફાયરના જવાની સાથે તેઓએ રેસ્ક્યુ બચાવ કામગીરી માટે મોરાભાગલ ફાયર સ્ટેશનની જોકર બોટ એન્જીન સાથે, એમ્બ્યુલન્સ, રબર બોટ, લાઈફ જેકેટ, રસ્સા, અંડર વોટર સેટ સહિતની સામગ્રીઓ લઈને પહોંચ્યા છે.

આ સમાચાર હજી અપડેટ થઇ રહ્યા છે.