Black Money in Swiss Bank: સ્વિસ બેન્કનું નામ આવે એટલે પહેલા તો કાળું નાણુ રાખતા ભારતીયોની યાદ આવે. સરકારના પ્રયાસોથી સ્વિસ બેન્કે આવા ખાતા ધરાવતા લોકોની ચોથી યાદી ભારત સરકારને સોંપી છે.

Image Credit source: File photo
Swiss Bank on Black Money: સ્વિસ બેન્કોમાં ભારતીયો કાળુ નાણુ છુપાવે છે, આ વાત તો આપણે વર્ષોથી સાંભળી છે. મોદી સરકારના પ્રયાસોને કારણે વર્ષો પછી હવે ભારતને એવા ભારતીયો વિશે જાણવા મળે છે, જે સ્વિસ બેન્કમાં કાળું નાણું રાખે છે. સ્વિસ બેન્કમાં કાળું નાણુ છુપાવનારા અમીરો વિરુધ ભારત સરકારને વધુ એક સફળતા મળી છે. ભારત સરકારના આગ્રહ પર સ્વિસ બેન્કે એકવાર ફરીથી ભારતીય ખાતા ધારકોનુ લિસ્ટ જાહેર કર્યુ છે. જણાવી દઈએ કે આ સ્વિસ બેન્ક (Swiss Bank) તરફથી મળેલી ચોથી યાદી છે. આ પહેલા આવી 3 યાદી ભારત સરકારને સ્વિસ બેન્ક દ્વારા આપવામાં આવી હતી.
આ લિસ્ટમાં ઘણા બધી ભારતીય કંપનીઓ અને ટ્રસ્ટના ખાતા છે. સરકાર આ લોકો વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ તપાસ પર કોઈ વિપરીત અસર ન પડે તે માટે ભારત સરકાર આ લિસ્ટને સાર્વજનિક નથી કરી રહી. ભારતને સતત ચોથા વર્ષે આ લિસ્ટ સોંપવામાં આવી છે. આવતા વર્ષે પણ આવી વધુ એક યાદી આપવામાં આવશે , જેથી ભારત સરકાર કાળા નાણા વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરી શકે.
લગભગ 34 લાખ ખાતા ધારકોની લિસ્ટ આપવામાં આવી
જણાવી દઈએ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા ભારત સહિત 101 દેશના 34 લાખ જેટલા ખાતા ધારકોની લિસ્ટ સોંપી છે. તેમા અનેક ભારતીયોના ખાતા પણ છે. ભારત પણ એક દેશોમાં સામેલ છે. જેને છેલ્લા કેટલાક વર્ષોથી આવી લિસ્ટ આપવામાં આવે છે. સ્વિસ બેન્ક દ્વારા જે 101 દેશને આ લિસ્ટ આપાવામાં આવી છે તેના નામ અને અન્ય માહિતી જાહેર કરવામાં નથી આવી. પણ આ વર્ષે 27 દેશોને આ લિસ્ટ આપાવામાં આવી નથી. આ દેશઓમાં યુદ્વની સ્થિતિ ઉત્પન કરનારા રશિયા પણ સામેલ છે. રશિયા સહિત આ 27 દેશોને તેના ખાતા ધારકોનું લિસ્ટ આપાવમાં આવ્યુ નથી.
કહેવાય છે આ દેશો પાસે કેટલાક આંકડા અને દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા. જે આ દેશોએ ઘણીવાર યાદ આપવવા છતા આપ્યા ન હતા. મળતી માહિતી અનુસાર, ભારત સહિત ઘણા દેશોને આ લિસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સોંપવામાં આવી હતી.
આ પહેલા ક્યારે ક્યારે મળી હતી સ્વિસ બેન્ક તરફથી લિસ્ટ
1. પહેલી યાદી સપ્ટેમ્બર 2019માં મળી હતી
2. બીજાુલિસ્ટ સપ્ટેમ્બર 2020માં મળ્યું હતુ
3. ત્રીજી યાદી 2021માં મળી હતી
4. ચોથી યાદી હાલમાં જ વર્ષ 2022માં મળી છે.
5. પાંચમી યાદી સપ્ટેમ્બર 2023માં મળવાની સંભાવના છે.