Syed Mushtaq Ali Trophy 2022: ફક્ત 3 મેચમાં તક આપી ટીમ ઈન્ડિયાથી બહાર કરી દીધો, હવે ફટકારી દીધી તોફાની સદી

ગયા વર્ષે નીતિશ રાણા (Nitish Rana) એ એક વનડે અને 2 ટી-20 મેચમાં ભારત (Team India) નું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ ત્યારથી તે ટીમની બહાર છે.

Syed Mushtaq Ali Trophy 2022: ફક્ત 3 મેચમાં તક આપી ટીમ ઈન્ડિયાથી બહાર કરી દીધો, હવે ફટકારી દીધી તોફાની સદી

Nitish Rana એ 55 બોલમાં સદી ફટકારી

ટીમ ઈન્ડિયા માં વાપસીની રાહ જોઈ રહેલા તોફાની બેટ્સમેન નીતિશ રાણા (Nitish Rana) એ બુધવારે હંગામો મચાવ્યો હતો. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022 (Syed Mushtaq Ali Trophy 2022) માં માત્ર 55 બોલમાં સદી ફટકારી હતી. દિલ્હી માટે એલિટ ગ્રુપ બી ની મેચમાં, તેણે પંજાબ સામે 61 બોલમાં 107 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. નીતીશ ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ જોઈ રહ્યો છે. તેને 3 મેચ બાદ જ ટીમ ઈન્ડિયા (Team India) માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

નીતિશે ગયા વર્ષે 1 ODI અને 2 T20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ ત્યારથી તે ટીમની બહાર છે. દિલ્હી અને પંજાબ વચ્ચે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચની વાત કરીએ તો દિલ્હીએ એક સમયે માત્ર 10 રનમાં પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી.

રાણાએ 183 રન સ્કોર પહોંચાડ્યો

2 વિકેટ વહેલી પડી ગયા બાદ કેપ્ટન નીતિશ રાણાએ તોફાન મચાવ્યુ હતુ અને સ્કોર 183 રન સુધી પહોંચાડ્યો. કેપ્ટન રાણાને પોતાનો શિકાર બનાવીને સિદ્ધાર્થ કૌલે દિલ્હીને ત્રીજો ઝટકો આપ્યો હતો. આ પછી યશ ધુલે ઈનિંગને 191 રન સુધી પહોંચાડી હતી. ધુલે 45 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા.

અમિત મિશ્રાએ 3 વિકેટ લીધી હતી

તે જ સમયે, ટૂર્નામેન્ટની અન્ય એક મેચમાં, IPL માં અવગણના કરાયેલા અમિત મિશ્રાએ બોલ સાથે કહેર વર્તાવ્યો અને ટીમને 83 રને જીત અપાવી. મિશ્રાએ 10 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ 20 ઓવરમાં 7 વિકેટે 136 રન બનાવ્યા હતા. હરિયાણાના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. રાહુલ તેવટિયાએ 19 બોલમાં સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. મેઘાલયના રાજેશ બિશ્નોઈએ 12 રનમાં 4 વિકેટ લીધી હતી.

IPL માં કોઈ ખરીદનાર નથી મળ્યો

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મેઘાલયની ટીમ મિશ્રાના પાયમાલ સામે ટકી શકી ન હતી અને 53 રનમાં સમેટાઈ ગઈ હતી. મેઘાલયના 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અમિત મિશ્રા લાંબા સમયથી દિલ્હીનો હિસ્સો હતો, પરંતુ આઈપીએલ 2022 ની હરાજીમાં કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેમનામાં રસ દાખવ્યો ન હતો. મિશ્રા આઈપીએલમાં અને નીતિશ રાણા ટીમ ઈન્ડિયામાં રમવા માટે આશા રાખી રહ્યા છે, બંને માટે જોકે આ રસ્તો હજુ આસાન નથી.

Previous Post Next Post