T20 વર્લ્ડકપ 2022: બુમરાહના સ્થાને આ ખેલાડીની ભારતીય ટીમમાં પસંદગી

[og_img]

  • બુમરાહના સ્થાને શમીનો 15 સભ્યોની વર્લ્ડકપ ટીમમાં સમાવેશ
  • BCCIએ પ્રેસ રિલીઝ જાહેર કરી આ અંગેની માહિતી આપી
  • પીઠની ઈજાને કારણે બુમરાહ T20 વર્લ્ડકપમાંથી થયો બહાર

BCCIએ T20 વર્લ્ડકપ 2022 માટે જસપ્રીત બુમરાહના સ્થાને ટીમની જાહેરાત કરી છે. બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પીઠની ઈજાને કારણે બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. શમી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે અને તે ટીમ સાથે જોડાશે.

બુમરાહના સ્થાને મોહમ્મદ શમી

BCCIએ T20 વર્લ્ડ કપ 2022 માટે જસપ્રીત બુમરાહના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પીઠની ઈજાને કારણે બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે.

સિરાજ-શાર્દુલ બેકઅપ ખેલાડી

BCCIએ લખ્યું કે, “ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ આઈસીસી મેન્સ T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહના સ્થાને મોહમ્મદ શમીને પસંદ કર્યો છે.” શમી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે અને પ્રેક્ટિસ મેચ પહેલા બ્રિસબેનમાં ટીમ સાથે જોડાશે. મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને બેકઅપ તરીકે લેવામાં આવ્યા છે અને તેઓ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જશે.

ICC T20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી

Previous Post Next Post