ભારતીય ટીમને મોટો ઝટકો, જસપ્રિત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર | Jasprit Bumrah ruled out of ICC Men’s T20 World Cup 2022

ઓસ્ટ્રેલિયામાં રમાનાર ICC T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા તેને પીઠમાં ઈજા થઈ હતી. ત્યારથી આ અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે BCCIએ તેને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાની પુષ્ટિ કરી છે.

ભારતીય ટીમને મોટો ઝટકો, જસપ્રિત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર

Jasprit bumrah

Image Credit source: File Image

ભારતીય ટીમના ફેન્સ માટે એક સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં રમાનાર ICC T20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા તેને પીઠમાં ઈજા થઈ હતી. ત્યારથી આ અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે BCCIએ તેને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાની પુષ્ટિ કરી છે.

BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું કે બીસીસીઆઈની મેડિકલ ટીમે જસપ્રીત બુમરાહને આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમમાંથી બહાર કરી દીધો છે. આ નિર્ણય ઉંડી તપાસ અને નિષ્ણાતોની સલાહ બાદ લેવામાં આવ્યો છે.

બુમરાહનો ઓપ્શન કોણ?

આ પહેલા બુમરાહ સાઉથ આફ્રિકા સામે રમાયેલી 3 મેચની ટી-20 સિરિઝમાંથી બહાર થયો હતો. આ સિરિઝની બે મેચ યોજાઈ ચૂકી છે અને બંને મેચમાં બુમરાહ ગ્રાઉન્ડ પર રમતો જોવા મળ્યો નથી. તેમની પીઠની ઈજાનું કારણ બહાર આવ્યું ત્યારે જ કહેવામાં આવી રહ્યું હતું કે તે વિશ્વ કપથી બહાર થઈ શકે છે. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટીમમાં બુમરાહની જગ્યા કોણ લેશે. ત્યારે સૌ પ્રથમ નામ મોહમ્મદ શમીનું આવે છે. તેની પાસે બહોળો અનુભવ પણ છે અને તે વિશ્વ કપ માટે સ્ટેન્ડબાયમાં પણ છે. આ સિવાય મોહમ્મદ સિરાજ અને દીપક ચાહરનું નામ પણ ચર્ચામાં છે. ત્યારે આ મામલે હવે BCCI થોડા સમયમાં જાહેરાત કરશે.

બુમરાહને પરત ફરવામાં લાંબો સમય વિતી શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહને સાજા થવામાં 4થી 6 મહિનાનો સમય લાગી શકે છે. બુમરાહ પહેલા પણ આ ઈજા સાથે સંઘર્ષ કરી ચુક્યો છે અને ફરી એકવાર તેના સ્ટ્રેસ ફ્રેક્ચરે ભારત માટે મુશ્કેલી ઊભી કરી છે. ભારતના સ્ટાર બોલરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં લાંબા આરામ બાદ પુનરાગમન કર્યું હતુ.

أحدث أقدم