T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા માટે 2 ભારતીય ખેલાડીઓને વિઝા ના મળ્યા, વિશ્વકપ માટે જઈ શક્યા નથી

ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે ઓસ્ટ્રેલિયામાં છે. ઉમરાન મલિક અને કુલદીપ સેન પણ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવાનું હતું.

T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા માટે 2 ભારતીય ખેલાડીઓને વિઝા ના મળ્યા, વિશ્વકપ માટે જઈ શક્યા નથી

Umran Malik અને Kuldeep Sen બંને ઓસ્ટ્રેલિયા પહોંચી શક્યા નથી

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ની તૈયારી કરી રહી છે. રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા ટીમ વોર્મ-અપ મેચમાં પોતાની તૈયારીઓની કસોટી કરી રહી છે. જોકે, ભારતીય ટીમના 2 ખેલાડીઓ હજુ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા નથી. વિઝાના કારણે 2 બોલરોને ઓસ્ટ્રેલિયા પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. વાસ્તવમાં ઉમરાન મલિક (Umran Malik) અને કુલદીપ સેન બંનેને T20 વર્લ્ડ કપ માટે નેટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ઉમરાન અને કુલદીપ બંને ખેલાડીઓના વિઝાની સમસ્યાને કારણે ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટ માટે વિલંબ પામ્યા હતા. ઉમરાન હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર તરફથી રમી રહ્યો છે. તે મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સામે મેદાનમાં ઉતર્યો હતો.

ઉમરાનને ટીમમાં સામેલ થવાની પરવાનગી મળી

ઉમરાન મલિકને જમ્મુ-કાશ્મીરની ટીમમાં સામેલ થવા માટે BCCI તરફથી છૂટ મળી છે. જો કે, તે હવે ઓસ્ટ્રેલિયા ક્યારે જશે તે અંગે કોઈ અપડેટ નથી. ઉમરાન સિવાય કુલદીપ પણ આ કારણે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શક્યો ન હતો, ત્યારપછી તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશ વિરૂદ્ધ રાજસ્થાન સામે પણ ઉતર્યો હતો.

IPL માં કહેર વર્તાવ્યો હતો

ઉમરાન આઈપીએલમાં ચર્ચામાં આવ્યો હતો. IPLના ઈતિહાસમાં 157 કિમીની ઝડપે બોલ ફેંકનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ અને કુલદીપ સેન ત્રણેય 6 ઓક્ટોબરે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવાના હતા.

રિઝર્વ ખેલાડીઓ સાથે રવાના થશે

મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો અને ઉમરાન અને કુલદીપ વિઝાના કારણે ઉડાન ભરી શક્યા ન હતા. હવે આશા છે કે બંને ખેલાડીઓ રિઝર્વ ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા રવાના થઈ શકે છે.

બ્રેટ લી પણ ઉમરાનની ગતિના આશીક

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી પણ ઉમરાન મલિકની બોલિંગનો ચાહક છે. તેણે ત્યાં સુધી કહ્યું કે ઉમરાન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. જ્યારે તમારી પાસે વિશ્વની શ્રેષ્ઠ કાર છે અને તમે તેને ગેરેજમાં મુકો છો, ત્યારે તે કારનો અર્થ શું છે? તેણે કહ્યું કે ઉમરાનને ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં પસંદ થવો જોઈતો હતો.

Previous Post Next Post