T20 World Cup 2022: પાકિસ્તાન પહેલા ઓસ્ટ્રેલિયા થઈ ચૂક્યુ છે ઝિમ્બાબ્વેનો શિકાર, આ છે ટી20 વિશ્વકપના અપસેટ

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી જેટલા અપસેટ થયા છે જેમાંથી 5 અપસેટ આ વખતે થયા છે. નામિબિયા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે જેવી ટીમો અપસેટમાં સામેલ છે.

T20 World Cup 2022: પાકિસ્તાન પહેલા ઓસ્ટ્રેલિયા થઈ ચૂક્યુ છે ઝિમ્બાબ્વેનો શિકાર, આ છે ટી20 વિશ્વકપના અપસેટ

T20 World Cup આ વખતે 5 અપસેટ સર્જાયા

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં ભારોભાર હવા ભરેલી હતી, કારણ કે તેમની ટીમની ઓપનીંગ જોડી ફુલ ફોર્મમાં હતી. ઓપનીંગ જોડી દુનિયાભરમાં મજબૂત ઓપનરોની બનેલી હોવાનો પારો મગજ પર ચઢેલો હતો. જે પારો પહેલા ભારતે ઉતારી દીધો અને બાદમાં નબળી ગણાતી ટીમ ઝિમ્બાબ્વેએ ઉતારી દીધો હતો. ઝિમ્બાબ્વેએ ટી20 વિશ્વકપ 2022 માં જબરદસ્ત ઉલટફેર આ સાથે કરી દીધો હતો. પાકિસ્તાન માટે હવે બહાર ફેંકાઈ જવાના રસ્તે પહોંચી ચૂક્યુ છે, જ્યાંથી હવે પરત ફરવુ મુશ્કેલ લાગી રહ્યુ છે.

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ 5મો અપસેટ સર્જ્યો હતો અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી વખત મોટો અપસેટ સર્જ્યો હતો. તેણે પાકિસ્તાન પહેલા ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું છે.

ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હાર મળી હતી

ઝિમ્બાબ્વેએ 2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, જે પોતાના કરતાં ઘણી મજબૂત ટીમ છે. તે મેચમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાએ આપેલા 139 રનના ટાર્ગેટને એક બોલ પહેલા 5 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન, રિકી પોન્ટિંગ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સ, બ્રેટ લી, મિશેલ જોન્સનથી સજાવાયેલી વર્લ્ડ ચેમ્પિયન ટીમની આ હારની દુનિયાભરમાં ટીકા થઈ હતી.

T20 વર્લ્ડ કપમાં 11 ઉતાર-ચઢાવ

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી કુલ 11 એવા અપસેટ થયા છે, જેના વિશે કદાચ કોઈએ વિચાર્યું પણ ન હોય. ઝિમ્બાબ્વે ઉપરાંત બાંગ્લાદેશ, નેધરલેન્ડ, હોંગકોંગ, અફઘાનિસ્તાન, નામીબિયા, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડની ટીમોએ અપસેટ સર્જ્યો છે. આયર્લેન્ડ, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેની ટીમ ઈતિહાસમાં બે વખત આ કારનામું કરી ચુકી છે.

T20 વર્લ્ડ કપ 2022 ના 5 અપસેટ

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયામાં જ રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં 5 મોટી ઉથલપાથલ જોવા મળી હતી. નામિબિયાએ શ્રીલંકાને હરાવીને આ સિઝનનો પહેલો અપસેટ સર્જ્યો હતો. આ પછી સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું અને પછી આયરલેન્ડ, બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ રાઉન્ડમાંથી બહાર ફેંકાઈ ગઈ. આયર્લેન્ડની શાનદાર સફર સુપર 12માં પણ ચાલુ રહી અને તેણે ઈંગ્લેન્ડને હરાવીને વધુ એક અપસેટ સર્જ્યો.