T20 World Cup 2022: વધુ એક ઉલટફેર, 42 રનથી સ્કોટલેન્ડ સામે હાર્યું વેસ્ટ ઇન્ડીઝ

WI vs SCO મેચ રિપોર્ટ: ટી20 વિશ્વ કપના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં સોમવારે વધુ એક ઉલટફેર થયો હતો. સ્કોટલેન્ડે બે વખતની ટી20 વિશ્વ વિજેતા ટીમ વેસ્ટ ઈન્ડીઝને માત આપી હતી અને ઈતિહાસ રચ્યો હતો.

T20 World Cup 2022: વધુ એક ઉલટફેર, 42 રનથી સ્કોટલેન્ડ સામે હાર્યું વેસ્ટ ઇન્ડીઝ

T20 વર્લ્ડ કપ 2022માં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 42 રને હરાવ્યું

ટી20 વિશ્વ કપ 2022 (T20 વર્લ્ડ કપ 2022)માં વધુ એક અપસેટ સર્જાયું હતું. હોબાર્ટમાં રમાયેલ મેચમાં સ્કોટલેન્ડ એ વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું હતું. સ્કોટલેન્ડે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા અને જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર 118 રન જ બનાવી શકી હતી. મોટી વાત એ છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવર પણ રમી શકી નહોતી અને સંપૂર્ણ ટીમ 18.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડીઝ માટે આ હાર ભારે નિરાશાજનક છે કારણ કે બે વખતની ટી20 વર્લ્ડ ચેમ્પિયનએ પ્રથમ વાર સ્કોટલેન્ડ સામે મેચ ગુમાવી હતી. સ્કોટલેન્ડની જીતમાં ઓપનર મન્સીનું મોટું યોગદાન રહ્યું હતું. મન્સીએ 53 બોલમાં નોટઆઉટ 66 રન કર્યા હતા. કઠીન પીચ પર મન્સીએ 9 ફોરની મદદથી શાનદાર અડધી સદી ફટકારી હતી. તેના સિવાય મેકલોડએ 23 અને માઈકલ જોન્સે 20 રન બનાવ્યા હતા. કપ્તાન બેરિંગટનએ 16 રનનું યોગદાન આપ્યું હતું. ક્રિસ ગ્રીવ્સએ 11 બોલમાં નોટઆઉટ 16 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડીઝની ખરાબ બેટીંગ

વેસ્ટ ઈન્ડીઝની ટીમ એકથી એક તોફાની બેટ્સમેનથી ભરી પડી છે પણ આજે તે નિષ્ફળ રહ્યા હતા. કાઈન માયર્સ એ 20, એવિન લુઈસે 14 રન બનાવ્યા હતા. બ્રેન્ડન કિંગએ 17 રનની ઇનિંગ રમી હતી. આ પછી વેસ્ટ ઇન્ડીઝનો મિડલ ઓર્ડર ફેલ રહ્યો હતો. કપ્તાન પૂરનએ ફક્ત 4 રન બનાવ્યા હતા. શેમરાહ બ્રુક્સ એ પણ ફક્ત 4 રન બનાવ્યા હતા. રોવમેન પોવેલ એ ફકત 5 રન બનાવ્યા હતા. જેસન હોલ્ડર એ 38 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડીઝને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝે પોતાની 8 વિકેટ ગુમાવીને ફક્ત 78 રન બનાવ્યા હતા. 100 રન પાર થતા થતા વેસ્ટ ઇન્ડીઝે 9 વિકેટ ગુમાવી દીધી હતી.

સ્કોટલેન્ડના બોલરોએ દેખાડયો દમ

હોબાર્ટની સ્પિન ફ્રેન્ડલી પીચ પર સ્કોટલેન્ડના સ્પિનર માર્ક વાટ એ વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેનને બાંધી રાખ્યા હતા. વાટ એ 4 ઓવર માં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બ્રેડ વ્હીલ અને માઈકલ લીસ્ક એ 2-2 વિકેટ ઝડપી હતી. સ્કોટલેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેની સામે વિરોધી બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. 60 રન બનાવનાર મન્સીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરાયો હતો.

أحدث أقدم