Friday, October 7, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» T20 World Cup 2022 પહેલા ભારતીય ટીમ પર નવી આફત, વધુ એક બોલર ઈજાગ્રસ્ત, ODI સિરીઝમાં રમવુ મુશ્કેલ
Oct 07, 2022 | 10:11 PM
TV9 GUJARATI | Edited By: Avnish Goswami
Oct 07, 2022 | 10:11 PM
T20 વર્લ્ડ કપ 2022 નજીક છે અને ભારતીય ટીમ પણ આ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે પરંતુ ઈજા તેનો પીછો નથી છોડી રહી. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયામાં તેના સ્થાનની જાહેરાત પણ થઈ નથી કે હવે વધુ એક ફાસ્ટ બોલરના ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરના પગમાં ઈજા થઈ છે, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં રમી શક્યો ન હતો.
રિપોર્ટમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચહર તેની પગની ઘૂંટીમાં મચકોડને કારણે આ મેચ રમી શક્યો નથી. જોકે ઈજાને ગંભીર ગણાવવામાં આવી નથી, પરંતુ તેને થોડા દિવસો માટે આરામની સલાહ આપવામાં આવી છે, જેના કારણે તેના માટે ODI શ્રેણીની બાકીની બે મેચોમાં રમવું મુશ્કેલ છે.
ટીમમાં પરત ફર્યા બાદ ચહરે શાનદાર પ્રદર્શન કર્યું છે. ચહરે ઝિમ્બાબ્વે પ્રવાસ પર 2 મેચમાં 5 વિકેટ લીધી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની T20 શ્રેણીમાં 3 વિકેટ લીધી હતી. તેમજ છેલ્લી મેચમાં 31 રન બનાવ્યા હતા.
ટીમમાં પરત ફર્યા બાદ ચહરે શાનદાર પ્રદર્શન કર્યું છે. ચહરે ઝિમ્બાબ્વે પ્રવાસ પર 2 મેચમાં 5 વિકેટ લીધી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની T20 શ્રેણીમાં 3 વિકેટ લીધી હતી. તેમજ છેલ્લી મેચમાં 31 રન બનાવ્યા હતા.