ઑક્ટો 19, 2022 | 3:55 PM
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
T20 World Cup 2022 શરુ થતા પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈગ્લેન્ડના ડાબોડી ફાસ્ટ બોલર રીસ ટોપ્લી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, ટોપ્લીને ફીલ્ડિંગ ડ્રીલ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. (PC-AFP)
રીસ ટોપ્લી ટીમમાંથી બહાર થતાં ઈગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે, છેલ્લા કેટલાક સમયથી આ ખેલાડી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો, 6 ફીટ 8 ઈંચનો લાંબો ફાસ્ટ બોલરે 22 ટી 20માં 22 વિકેટ લીધી હતી.
માત્ર ઈંગ્લેન્ડ જ નહીં પરંતુ શ્રીલંકાના ફાસ્ટ બોલર દુષ્મંત ચમીરા પણ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેને પણ ઈજા થઈ હતી. હવે તેના સ્થાને કસુન રાજિતાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડકપમાંથી કેટલાક ખેલાડીઓ બહાર થઈ ચૂક્યા છે, જેમાંથી જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર પણ સામેલ છે આ સિવાય ઈંગ્લેન્ડના જોની બેરસ્ટો પણ ઈજાગ્રસ્ત થયો છે
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડવેન પ્રિટોરિયરને પણ ઈજા થતા ટી 20 વર્લ્ડકપમાંથી બહાર થયો છે. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અને ડેરીલ મિશેલ પણ ઈજાગ્રસ્ત છે.