T20 World Cup 2022: અપસેટ સર્જ્યા બાદ હવે વરસાદે સ્થિતી રોમાંચક બનાવી, ઓસ્ટ્રેલિયાના શ્વાસ અધ્ધર
પહેલા નબળી ટીમોએ દમદાર ટીમોને હરાવીને અપસેટ સર્જી સ્થિતી રોમાંચક બનાવી દીધી હતી, હવે વરસાદ વરસવાને લઈ પરિસ્થીતી વધુ રોમાંચક બની રહી છે, ગૃપ 1 થી વધુ રસપ્રદ
T20 World Cup વરસાદે સ્થિતી રસપ્રદ બનાવી દીધી
ટી20 વિશ્વકપ માં વરસાદે અનેક ટીમોને પરેશાન કરી દીધી છે. શુક્રવારે 2 મેચો ને રદ કરવી પડી હતી અને જેને લઈ ચારેય ટીમોને પોઈન્ટ વહેંચણીથી સંતોષ માનવો પડ્યો હતો. આ પહેલા એક બાદ એક ઉલટફેર દ્વારા સ્થિતી રોમાંચક બની ગઈ હતી અને હવે વરસાદે સ્થિતી વધુ રોમાંચક બનાવી દીધી છે. તમને હવે સવાલ એ થશે કે રોમાંચક કેવી રીતે, તો એ પણ જવાબ આપી દઈએ જો અને તો પર અટકેલી ટીમોને વરસાદને લઈ પોઈન્ટ વહેંચણી ફાયદો કરાવશે તો, વળી કેટલાકને ડૂબાડી દેશે એ પણ નિશ્ચિત છે. જેમાં ખુદ યજમાન ટીમને મોટુ નુક્શાન વેઠવુ પડી શકે છે.
વરસાદે સૌથી વધુ અસર ગૃપ 1 માં સેમિફાઈનલ માટેની રેસ રોમાંચક બનાવી દીધી છે. કારણ કે આ ગૃપમાં રહેલી ટીમો વચ્ચે માંડ એક એક પોઈન્ટનુ જ અંતર છે અને એમાં પણ મેચ રદ થતા, પોઈન્ટ આપવામાં આવે છે. આ ગૃપમાં યજમાન ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ જેવી ટીમો સામેલ છે. રેસમાં કોણ બાજી મારશે અને અંતિમ 4 માં પહોંચશે એ હજુ પણ અનિશ્ચિતતા છે.
વાત શુક્રવારની
શુક્રવારે મેલબોર્નમાં 2 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રથમ મેચ આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી હતી. જે મેચ ટોસ ઉછળ્યા વિના જ રદ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ બીજી મેચ યજમાન ઓસ્ટ્રેલિયાની ટક્કર ઇંગ્લેન્ડ સામે થનારી હતી. પરંતુ વરસાદની સ્થિતીએ બીજી મેચને પણ રદ કરવા મજબૂર કર્યા હતા. આમ દિવસની બંને મેચ ટોસ ઉછાળ્યા વિના જ રદ કરી દેવાઈ હતી. આમ ચારેય ટીમોને પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી અને હવે પોઈન્ટ ટેબલની સ્થિતી રોમાંચક જોવા મળી રહી છે.
ઉલટફેર થી રોમાંચ વધારી દેનારા આ વખતના વિશ્વકપમાં વરસાદે રોમાંચમાં વધારો કરી દીધો છે. હવે ગૃપ 1 ની સ્થિતી જોવામાં આવે તો હાલમાં તમામ છ ટીમો રેસમાં સામેલ છે. મતલબ એક પણ ટીમ સેમિફાઈનલના દાવાથી દૂર થઈ શકી નથી. કારણ કે બધા એક બીજાથી માત્ર એક એક પોઈન્ટનુ અંતર ધરાવે છે.
પોઈન્ટ ટેબલમાં આવી છે સ્થિતી
પોઈન્ટની સ્થિતી જોવામાં આવે તો શ્રીલંકા અને અફઘાનિસ્તાન પાસે 2-2 પોઈન્ટ હાલમાં છે., જ્યારે અફઘાનિસ્તાન આ ગૃપમાં ખરાબ રન રેટનો સામનો કરી રહી છે. તો ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડની ટીમ પાસે 3-3 પોઈન્ટ જમા છે. આમ શ્રીલંકા અને અફઘાનિસ્તાન પાસે હજુ એખ એક મેચ રમવાની બાકી છે. તો બંને એક બીજા સામે ટકરાનાર છે. આમ બંને પાસે 4-4 પોઈન્ટ એકઠા કરવાનો મોકો છે, તો રન રેટ પણ સુધારવાની તક છે. આ માટે પૂરી તાકાત લગાવવી પડશે અને બંને મેચને સારી રીતે જીતવી પડશે. છતાં સેમિફાઈનલમાં પહોંચવુ આસાન નહીં હોય
તો ઓસ્ટ્રેલિયા માટે પણ સ્થિતી મુશ્કેલ છે. તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, તેનાથી આગળ આયર્લેન્ડ જેવી નબળી ટીમ સ્થાન ધરાવે છે. રન રેટમાં પણ આયર્લેન્ડની સ્થિતી થોડી સારી છે. તો શ્રીલંકા ભલે પાંચમાં સ્થાને છે પરંતુ, તે નેટ રનરેટમાં ઓસ્ટ્રેલિયા કરતા સારો છે. આમ ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલીઓ વધી ચૂકી છે.
Post a Comment