ટી-20 વર્લ્ડ કપ 2022 માં સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા મેચ હારી જતા જ પાકિસ્તાનની સેમીફાઈનલની આશાઓ વધુ ધૂંધળી થઈ ગઈ છે. તેમણે અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ જીતી છે અને બે હારી છે

ટીમ ઈન્ડિયા પર શોએબ અખ્તરની પ્રતિક્રિયા
ટી-20 વર્લ્ડ કપ 2022માં પ્રથમ બે મેચ હાર્યા બાદ પાકિસ્તાને ત્રીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો પરંતુ જીતના થોડા કલાકો બાદ જ તેમને ખરાબ સમાચાર મળ્યા. વાસ્તવમાં, પર્થમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની હાર થતાં જ તેની સેમિફાઈનલમાં પહોંચવાની આશાને ઝટકો લાગ્યો હતો. જો ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું હોત તો પાકિસ્તાન T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચે તેવી શક્યતાઓ હતી, પરંતુ હવે તેની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની હાર બાદ હવે શોએબ અખ્તરે ફરી એકવાર આવી ટિપ્પણી કરી છે, જેના પછી તે ચર્ચામાં છે.
શોએબ અખ્તરે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને મરાવી નાંખ્યુ. ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, ‘ભારતે અમને મરાવી દીધા. ખેર, પાકિસ્તાની ટીમે પોતે ખુદને મરાવી દીધી છે. અમે ખૂબ જ ખરાબ રમ્યા છીએ.
0 comments:
Post a Comment