ટીમ ઈન્ડિયા જીતશે T20 વર્લ્ડકપ! બની રહ્યા છે બે સુખદ સંયોગ

[og_img]

  • આ વખતે ભારત માટે વર્લ્ડકપમાં બની રહ્યા છે સુવર્ણ સંયોગો
  • ચેમ્પિયન બન્યા બાદ 7મી સિઝનમાં ભારત બને છે વિશ્વ વિજેતા
  • ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન, AUS-NZ સામે વોર્મ-અપ મેચો

ICC વર્લ્ડકપમાં ભારતીય ટીમ અત્યાર સુધીમાં બે વખત ODI અને T20 વર્લ્ડકપ એક વખત જીતી ચુકી છે. આ વખતે ટીમ ઈન્ડિયા સાથે બે એવા સુખદ સંયોગ બની રહ્યા છે, જે બીજી વખત T20 વર્લ્ડકપ જીતવાના સંકેત દેખાઈ રહ્યા છે. આ વખતે ભારતે વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે.

ભારતીય ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર

ભારતીય ટીમ તેના મિશન T20 વર્લ્ડકપ 2022 માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ મેલબોર્નમાં રમાશે. ખેલાડીઓ અને ફોર્મ પર નજર કરીએ તો આ વખતે ભારતીય ટીમને ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

ભારતનું ટાઈટલ જીતવું લગભગ નિશ્ચિત!

આ દરમિયાન બે એવા સુખદ સંયોગો પણ બની રહ્યા છે, જે ભારતીય ટીમને ખિતાબ જીતાડવામાં મદદ કરતા જોવા મળી રહ્યા છે. જો આપણે આ બે સંયોગો પર નજર કરીએ તો ચાહકોને જણાશે કે તેમના હિસાબે આ વખતે ભારતીય ટીમનું ટાઈટલ જીતવું લગભગ નિશ્ચિત થઈ જશે. ચાલો આ બે સંયોગો પર એક નજર કરીએ…

7મી વખત સુખદ સંયોગ

ICC વર્લ્ડકપમાં ભારતીય ટીમે બે વખત ODI વર્લ્ડકપ અને એક વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. પહેલો વર્લ્ડકપ 1983માં કપિલ દેવની કપ્તાનીમાં જીત્યો હતો. આ પછી 6 સિઝનમા (1987, 1992, 1996, 1999, 2003 અને 2007) ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની શકી નહીં. જો કે આ દરમિયાન 2003માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો ફાઈનલમાં પરાજય થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 2011માં ODI વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો અને 1983 પછી આ 7મી સિઝન હતી.

T20 વર્લ્ડકપમાં પણ ગજબ સંયોગ

ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડકપ જીત્યો હતો. હવે તે પછી આ 7મી સિઝન છે, જે ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઈ રહી છે. આ દરમિયાન 6 સિઝન (2009, 2010, 2012, 2014, 2016, 2021) યોજાઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે ફરી એકવાર આ ખિતાબ જીતવાનો સુવર્ણ સંયોગ બની રહ્યો છે. જો કે, આ વખતે એકંદરે T20 વર્લ્ડકપની આ 8મી સિઝન યોજાનાર છે.

વોર્મ-અપ મેચોમાં સમાનતા

આ વખતે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડકપની શરૂઆત પહેલા બે બિનસત્તાવાર અને બે સત્તાવાર વોર્મ-અપ મેચ રમવાની છે. પ્રથમ બંને બિનસત્તાવાર મેચ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે, જેમાં ભારતીય ટીમે એકમાં જીત મેળવી છે. જ્યારે બીજી મેચમાં હાર થઇ છે.

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ સામે વોર્મ-અપ મેચ

આ પછી ભારતીય ટીમે બે સત્તાવાર વોર્મ-અપ મેચ રમવાની છે. આ મેચો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે અનુક્રમે 17 અને 19 ઓક્ટોબરે રમાવાની છે. અહીં પણ એક સુખદ સંયોગ બની રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2007માં જ્યારે ભારતીય ટીમે T20 વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે પણ ભારતીય ટીમ માત્ર બે વોર્મ-અપ મેચ રમી હતી. યોગાનુયોગ એ છે કે તે સમયે પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે બંને વોર્મ-અપ મેચ રમાઈ હતી.

ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયા 2007માં ODI વર્લ્ડકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હતું. આ વખતે પણ તે T20 વર્લ્ડકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એક સુખદ સંયોગ બની રહ્યો છે, જે દર્શાવે છે કે ભારતીય ટીમ આ વખતે ચેમ્પિયન બની શકે છે.

T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટેકીપર), દિનેશ કાર્તિક (વિકેટેકીપર), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ:

મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ.

أحدث أقدم