T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલા પર સંકટના વાદળો ઘેરાયા

[og_img]

  • મેલબોર્નમાં 23 ઓક્ટોબરે વરસાદ પડવાની 70 ટકા શક્યતા
  • ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે
  • જો વરસાદ વિલન બનશે તો ક્રિકેટ ચાહકો ના દિલ તુટી જશે

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ કોઈ મેચની રાહ ક્રિકેટ ચાહકો જોઈ રહ્યા છે, તો તે ભારત અને પાકિસ્તાનના મુકાબલાની છે. ભારત-પાકિસ્તાનના ચાહકો વિશ્વભરમાંથી ઓસ્ટ્રેલિયા આ મેચ નિહાળવા પહોંચવાના છે અને તમામ ટિકિટો પણ વહેંચાઇ ગઈ છે. એવામાં બંને દેશના ક્રિકેટ ચાહકો માટે હવામાનને લઇ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જે આ ફેન્સની મજા બગાડી શકે છે.

ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન!

23 ઓક્ટોબરે મેલબોર્નના MCG ક્રિકટ ગ્રાઉન્ડમાં ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ ખેલ બગાડી શકે છે. 23 ઓક્ટોબરે વરસાદની 70 ટકા શક્યતા વ્યકત કરવામાં આવી છે. મેલબોર્નના ઐતિહાસિક મેદાન પર એક લાખ કરતા પણ વધુ લોકો આ બંને ટીમોનો ટકરાવ જોવા માટે આતુર છે એવામાં જો મેચના દિવસે વરસાદ વિલન બનશે તો મેદાનમાં હાજર લાખો અને વિશ્વભરના કરોડો ચાહકોના દિલ તુટી જશે.

વરસાદની શક્યતા 70 ટકા

હવામાનની આગાહી કરતી વેબસાઈટના જણાવ્યા અનુસાર 23 ઓક્ટોબરે બપોરે મેલબોર્નનું તાપમાન 18 ડિગ્રી રહેશે અને વરસાદની શક્યતા 70 ટકા સુધી રહેશે. મેલબોર્નમાં 6 mm એટલે કે અડધો ઈંચ સુધી વરસાદ પડી શકે છે. હવાની ઝડપ મેલબોર્નમાં પ્રતિ કલાક પંદર કિલોમીટરની આસપાસ રહેશે. દિવસની સાથે રાત્રે પણ વરસાદની શક્યતા 60 ટકા જેટલી છે.

સુપર 12 રાઉન્ડમાં કોઈ રિઝર્વ ડે નથી

T20 વર્લ્ડકપમાં સુપર 12 મુકાબલા માટે કોઈ રિઝર્વ ડે રખાયો નથી. આવા સંજોગોમાં જો મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. બંને ટીમો વચ્ચે મેચ રમાડવા માટે બંને ટીમો ઓછામાં ઓછી પાંચ ઓવર નાંખી શકે તેવી સ્થિતિ હોવી જ જોઈએ. 

Previous Post Next Post