[og_img]
- 5 ટી20 રમીને કોહલીએ બનાવ્યા છે કુલ 298 રન
- સિડની ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીની 99.33ની એવરેજ
- શાનદાર ઇનિંગથી વિરાટ ખોલી શકે છે ફાઈનલનો દરવાજો
ઓસ્ટેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2022 સીઝનમાં અત્યારસુધી વિરાટ કોહલીએ અણનમ ગેમ રામી છે. તે બે મેચ રમી છે અને બંને મેચોમાં તે અણનમ રહીને ટીમને જીત અપાવી છે. કોહલીએ સૌથી પહેલા પાકિસ્તાન સામે મેલબોર્નમાં અણનમ 82 રન ફટકાર્યા હતા. ત્યારબાદ બીજી મેચ, સિડનીમાં નેધરલેન્ડ સામે રમાઈ હતી. જેમાં કોહલીએ અણનમ 62 રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમને આ વખતે વિશ્વકપમાં સુપર-12 ગૃપમાં રાખવામાં આવી છે. તેમાં ટીમ ઇન્ડિયાને હવે વધુ ત્રણ મેચો રમવાની છે. જો, ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં નંબર 2 પર રહે છે તો તો તે ગ્રુપ 1ની વિનર ટીમ સાથે સિડનીમાં પહેલી સેમીફાઈનલ મેચ રમી શકે છે. પરંતુ જો ટીમ ઇન્ડિયા પોતાના ગ્રુપ-2માં વિનર રહે છે એટલે કે નંબર 1 પર રહે છે તો તેને બીજી સેમીફાઈનલમાં ગ્રુપ 1ની નંબર 1 ટીમ સાથે મેચ રમવી પડશે. આ મેચ એડિલેડમેં 10 નવેમ્બરના રોજ રમાશે. જયારે પહેલી સેમીફાઈનલ મેચ 9 નવેમ્બરે રમાશે.
ટી-20 વર્લ્ડ કપ સેમીફાઈનલ શિડયુલ
- પહેલી સેમીફાઈનલ: ગ્રુપ-1 ની વિનર VS ગ્રુપ-2 ની રનર્સ અપ (સિડની) – 9 નવેમ્બર
- બીજી સેમીફાઈનલ: ગ્રુપ-2ની વિનર અને ગ્રુપ-1 ની રનર્સ અપ (એડિલેડ) – 10 નવેમ્બર
કોહલીના સિડનીમાં શાનદાર રેકોર્ડ્સ
જો ભારતીય ટીમ પહેલી સેમીફાઈનલ સિડનીમાં રમે છે તો અહી ટીમને કોઈ ખાસ મુશ્કેલી નહી આવે તેવું લાગે છે. જેનું કારણ છે કે અહી કિંગ વિરાટ કોહલીનું જાણે કે સામ્રાજ્ય ચાલે છે. વિરાટ કોહલીની અહી એવરેજ પણ ચોંકાવનારી છે. કોહલીએ સિડનીના મેદાન પર અત્યાર સુધી 5 ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. આ મેદાન પર કોહલી રન અને એવરેજની બાબતમાં ટોપ પર છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
- વિરાટ કોહલી (ભારત) – 5 ટી20 મેચ – 298 રન
- શેન વોટસન (ઓસ્ટ્રેલિયા) – 2 ટી20 મેચ – 186 રન
- ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) – 8 ટી20 મેચ – 182 રન
- મેથ્યુ વેડ (ઓસ્ટ્રેલિયા) – 5 ટી20 મેચ – 157 રન
- શિખર ધવન (ભારત) – 4 ટી20 મેચ – 147 રન
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી વધુ એવરેજ વાળા બેટ્સમેન (3+ મેચ)
- વિરાટ કોહલી (ભારત) – 99.33ની એવરેજ
- હાર્દિક પંડ્યા (ભારત) – 62ની એવરેજ
- કેમેરોન વ્હાઇટ (ઓસ્ટ્રેલિયા) – 56ની એવરેજ
- રોહિત શર્મા (ભારત) – 42.66ની એવરેજ
- મેથ્યુ વેડ (ઓસ્ટ્રેલિયા) – 39.25ની એવરેજ
સિડનીમાં સેમીફાઈનલ રમાય છે તો, જોવા મળશે કોહલીનો જાદુ
આ રેકોર્ડ્સ જોયા પછી સ્પષ્ટ છે કે જો ભારતીય ટીમની સેમીફાઈનલ મેચમાં સિડનીમાં રમાય છે તો કોહલીના બેટનો જાદુ ચોક્કસ જોવા મળશે. સાથે જ ટીમ ઇન્ડિયાનું ફાઈનલમાં પહોંચવું પણ લગભગ નક્કી થઇ જશે. કોહલીએ સિડનીમાં રમાયેલ ગત મેચમાં પણ નેધરલેંડ સામે દમદાર બેટિંગ કરી પોતાના શ્રેષ્ઠ રેકોર્ડને કાયમ રાખ્યો હતો.