Tapi : આજે ગુણસદામાં પીએમ મોદીનો કાર્યક્રમ, ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

આહવા-ડાંગ, ઓટા થઇ ઓટા ચાર રસ્તા થઇ સોનગઢ ટાઉનમાં સેન્ટ્રલ ચાર રસ્તા તરફ આવતા સભા સ્થળ (ઇમરજન્સી સિવાય) તમામ વાહનો ઓટા ચાર રસ્તા થઇ સર્વિસ રોડ થઈ વ્યારા તરફ જવાશે.

Tapi : આજે ગુણસદામાં પીએમ મોદીનો કાર્યક્રમ, ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

તાપી જિલ્લામાં પીએમ મોદી (ફાઇલ તસવીર)

આજે તા.20 મી ઓક્ટોબરે તાપી(પણ ) જિલ્લાના સોનગઢ તાલુકાના મોજે ગુણસદા ખાતે ભારતના પ્રધાનમંત્રીનો (પીએમ) કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય તથા રાજ્ય કક્ષાના મંત્રીઓ, અન્ય પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બસો, ફોર વ્હીલ વાહનો, સોનગઢ ટાઉનમાંથી પસાર થઇ સભા સ્થળે આવનાર છે. જેથી કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થાના વ્યવસ્થિત સંચાલન માટે, તા.20 ઓક્ટોબર 2022 ના રોજ સવારે 9 કલાકેથી સાંજના 5 કલાક સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. સાથે વાહનોને ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ઉકાઇ તરફ સભા સ્થળ માટે આવતા, અને એમ્બયુલન્સ સિવાયના તમામ વાહનોને તા.20 ઓક્ટોબર 2022 ના રોજ સવારે 9 થી કલાકથી 5 વાગ્યા સુધી સોનગઢ ટાઉનમા પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તા.20મી ઓક્ટોબરે 9 વાગ્યે થી 4:00 વાગ્યા સુધી સોનગઢ ટાઉનમાં જતા વાહનો માટે નગરપાલિકા ત્રણ રસ્તાથી સોનગઢ ત્રણ રસ્તા તરફથી સોનગઢ નગરપાલિકા ત્રણ રસ્તા તરફ જઈ શકાશે. 20 મી ઓક્ટોબરે 9 વાગ્યે થી 4:00 વાગ્યા સુધી દેવજીપુરા થી જુનાગામ થઈ વ્યારા તરફ આવતા વાહનો માટે નગરપાલિકા ત્રણ રસ્તાથી જુનાગામ થઈ આવતા રસ્તો વન-વે જાહેર કરી, નગરપાલિકા ત્રણ રસ્તા થી દેવજીપુરા જતા ટ્રાફિકને સેવાન્ટઓલ ચાર રસ્તા થી ઉકાઇ રોડ તરફ જવાશે. ઉકાઇ તરફ આવતા સભા સ્થળ માટે અને એમ્બયુલન્સ સિવાયના તમામ વાહનોને

તા.20 ઓક્ટોબર 2022 ના રોજ સવારે 9 વાગ્યા થી સાંજે પાંચ કલાક સુધી સોનગઢ ટાઉનમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત આહવા-ડાંગ, ઓટા થઇ ઓટા ચાર રસ્તા થઇ સોનગઢ ટાઉનમાં સેન્ટ્રલ ચાર રસ્તા તરફ આવતા સભા સ્થળ (ઇમરજન્સી સિવાય) તમામ વાહનો ઓટા ચાર રસ્તા થઇ સર્વિસ રોડ થઈ વ્યારા તરફ જવાશે. ઘુલીયા-સુરત રોડ ઉપરથી સોનગઢ આર.ટી.ઓ.થઇ પરોઠા હાઉસ થઈ સોનગઢ સર્વિસ રોડ તરફ આવતા વાહનો ને સોનગઢ સર્વિસ રોડ તરફ આવતા સભા સ્થળ ફાયર અને ઈમરજન્સી સિવાય તમામ વાહનોને માટે વૈકલ્પિક માર્ગ સૂચવેલ છે. આ જાહેરનામુ તા20 ઓક્ટોબર 2022 ના રોજ સવારે 9 કલાકથી સાંજના 8 કલાક સુધી અમલમાં રહેશે.

Previous Post Next Post