الأربعاء، 12 أكتوبر 2022

ભાવનગરનું જિલ્લામાં શંકાસ્પદ TBના દર્દીને શોધી કાઢવાં સંયુક્ત સઘન સર્વેલન્સ

[og_img]

  • TB યુનિટ અને તાલુકા હેલ્થ કચેરીનું મેગા ઓપરેશન
  • અધેલાઇ વિસ્તારમાંથી 9 TBના શંકાસ્પદ દર્દી મળ્યા
  • તાલુકાના જુદા જુદા ગામોમાં શરૂ કરાયું સર્વેલન્સ

પહેલાના સમયમાં TBને રાજ રોગ ગણવામાં આવતો હતો. કારણ કે, તે એક વાર જે વ્યક્તિને થાય તે તેમાંથી ક્યારેય છૂટકારો મેળવી શકતો ન હતો. તે જમાનામાં તે માટેની જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ નહોતી તેને કારણે તેના દર્દીઓ પણ ઘણાં જોવાં મળતાં હતાં. દર્દીને સમાજથી દૂર રાખવામાં આવતો હતો. આ ઉપરાંત TB રોગનો ખૂબ જ મોટો હાઉ સમાજમાં હતો. આ ઉપરાંત તેનો મરણઆંક પણ ઉંચો જોવાં મળતો હતો. પરંતુ સમયની સાથે આધુનિક સારવાર અને આરોગ્ય વિભાગની કાળજીને કારણે આજે તેના પર અંકુશ મેળવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ રોગને ઉગતો જ ડામી શકાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા દર માસમાં બે દિવસ રૂપે ઝૂંબેશરૂપે TBના કેસો શોધીને ઝડપી સારવાર ઘેરબેઠાં આપીને ચેપ ફેલાતો અટકાવવામાં આવે છે.

સમગ્ર જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્ર શહેરી આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર તથા આર.સી.એચ.ઓ. કોકીલાબેન, ડો. બી.પી. બોરીચા (ડી.એમ.ઓ), શ્રી જિલ્લા TB અધિકારીશ્રી ડો. પી.વી. રેવરની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ અંગેનું કાર્ય થઈ રહ્યું છે. સઘન TB સર્વેલન્સ દિવસ અંતર્ગત ભાવનગર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઈ લખાણી, તાલુકા સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, ભારતીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ફરિયાદકા, ઊંડવી, અધેલાઈ, હાથબ, ભંડારીયામાં કરવામાં આવ્યું હતું.

અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ડો. દિવ્યાબેન જાની, ડો. મોનાબેન ભરૂ, સુપરવાઇઝર મનોજભાઈ રાવલ, લક્ષ્મીબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ ખાસ અધેલાઇના તળાવીયાપરાં વિસ્તાર તેમજ માઢીયા ગામમાં કરીને 9 શંકાસ્પદ દર્દીને શોધી કાઢવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં સુપરવિઝન તાલુકા કક્ષાએથી ભારતીબેન ત્રિવેદી, ટી.એેફ.એ. રાઠોડભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અધેલાઇના ગામો ખૂબ જ દૂર-દૂર અંતરિયયાળ વિસ્તારમાં આવેલાં છે. છતાં, આરોગ્યની ટીમ ખૂબ જ સુંદર સેવા આપી રહી છે. હાલ તાલીમ ભવનના વડા ડો. મેડિકલ ઓફિસર હરપાલસિંહ ગોહિલ તથા લીલાબેન પરમાર (ઉંડવી)એ ગામોગામ જોખમી સગર્ભા માતાઓને સારવાર તેમજ લોક આગેવાનોના સહયોગથી સુખડી વિતરણ કર્યા છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ માટી પુરાવીને દાતા શોધી વૃક્ષો વાવી, શેડના દાતા શોધીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નંદનવન બનાવ્યું છે. જે હાલ આરોગ્યની ટીમ તેને જાળવીને સરસ સારી આરોગ્ય સેવા, લોક આગેવાનોના સહયોગથી કરવામાં આવી રહી છે. ખાસ કરીને TB સર્વેલન્સમાં અધેલાઇની આરોગ્ય ટીમના અંકિતાબેન જાની, સી. કે. હરાસ, કે.કે. ગોહિલ, નરેન્દ્રસિંહ ચૌહાણ, તુષારભાઈ ધાંધલ્યા, કાજલબેન વાજા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સાથે-સાથે મચ્છરજન્ય રોગચાળો, પાણીજન્ય રોગચાળો અટકાવવાની ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.