મેકર્સે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘થેંક ગોડ’ (Thank God )ને લઈને મોટો નિર્ણય લીધો છે. આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પર જોવા મળશે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram
Thank God On OTT: દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સ્ટાર ફિલ્મ થેંક ગોડ બોક્સ ઓફિસ પર વધુ કમાલ કરી શકી નહિ, નિર્દેશક ઈન્દ્ર કુમારે આ ફિલ્મને 70 કરોડના બજેટ સાથે બનાવી હતી. ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે ,ત્રીજા દિવસે થેંક ગોડ અંદાજે 4 કરોડની કમાણી કરી છે, આ આંકડાએ મેકર્સ અને સ્ટાર કાસ્ટને ખુબ નિરાશ કર્યા છે. ત્યારે એક કહેવત છે કે, ઉમ્મીદ પર દુનિયા કાયમ છે કાંઈક આવી હાલત પણ ફિલ્મ થેક ગોર્ડના મેકર્સની છે.
ફિલ્મ મેકર્સને આશા છે કે, આ અઠવાડિયાના છેલ્લા દિવસે કમાણીના રેકોર્ડ તુટી શકે છે પરંતુ વીકએન્ડ પર ફિલ્મને સારો રિસપોન્સ મળી પણ શકે છે તેમ છતા ફિલ્મના બજેટ સુધી પહોંચવુ મેકર્સ માટે ખુબ મુશ્કિલ છે જેને લઈ હવે મેકર્સ ટુંક સમયમાં થેંક ગોર્ડને ઓટીટી પર લઈને આવી રહ્યા છે. જેથી ફિલ્મને વધુ નુકસાનનો સામનો કરવો ન પડે. મેકર્સે થેંક ગોર્ડને ઓટીટી પર લાવવાની સંપુર્ણ તૈયારી કરી લીધી છે.
એમેઝોન પ્રાઈમ પર રિલીઝ
માનનામાં આવી રહ્યું છે કે, મેકર્સનો આ પ્લાન યોગ્ય છે કારણ કે, ઓડિયન્સ ઘરે બેસી ઓટીટી પર ફિલ્મ જોવાનું ખુબ પસંદ કરી રહ્યા છે. હવે ચાહકો આ ફિલ્મને નવેમ્બર મહિનામાં પોતાના ફોનમાં જોઈ શકશે. જાણકારી અનુસાર નવેમ્બરના બીજા અઠવાડિયામાં થેંક ગોડ સિનેમાધરોમાં જોવા મળશે. ત્યારબાદ થેંક ગોડ ફિલ્મ તમને એમેઝોન પ્રાઈમ પર જોઈ શકશે. જેનાથી તે અંદાજો લગાવી શકાય કે, મેકર્સ આ ફિલ્મને 22 નવેમ્બર સુધી એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરશે.
તમને જણાવી દઈએ કે, થેંક ગોડ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ચૂકી હતી. ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે આટલું જ નહિ થેંક ગોડ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે. જેના પર નિર્ણય આવવાનો હજુ બાકી છે. ફિલ્મમાં અજયના પાત્ર પર અનેક સવાલ ઉભા થયા હતા ત્યારબાદ રિલીઝ પહેલા મેકર્સે થેંક ગોર્ડ ફિલ્મમાં ત્રણ ફેરફાર કર્યા હતા.