ગુજરાતમાં કેટલા Third Gender વોટર? જાણો વિગતવાર માહિતી આ અહેવાલમાં

Gujarat Election 2022 : ગુજરાતના આ મતદારોમાં ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા ટ્રાન્સજેન્ડર મતદારો છે. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.

ગુજરાતમાં કેટલા Third Gender વોટર? જાણો વિગતવાર માહિતી આ અહેવાલમાં

Gujarat election 2022

Image Credit source: TV9 gfx

ગુજરાતમાં આગામી વિધાનસભાની (Gujarat vidhan sabha Election) ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ (Election Commission of India ) દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ આજે 10મી ઓકટોબરના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ યાદીમાં કુલ 11,62,528 જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.

ગુજરાતના આ મતદારોમાં ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા ટ્રાન્સજેન્ડર મતદારો છે. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.

ગુજરાતમાં કુલ 1,417  ટ્રાન્સજેન્ડર મતદારો

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી મતદાર યાદી અનુસાર ગુજરાતમાં સૌથી વધારે ટ્રાન્સજેન્ડર મતદારો વડોદરામાં છે. વડોદરામાં 223 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. ગુજરાતમાં સૌથી ઓછા ટ્રાન્સજેન્ડર મતદારો ડાંગમાં છે. ડાંગ જિલ્લામાં કુલ 2 ટ્રાન્સજેન્ડર મતદારો ગુજરાત વિધાનસભાની માટેની ચૂંટણીમાં મતદાન કરશે.

ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ 211 ટ્રાન્સજેન્ડર મતદારો છે. સુરતમાં કુલ  159 ટ્રાન્સજેન્ડર મતદારો છે. આણંદમાં જિલ્લામાં કુલ 130 ટ્રાન્સજેન્ડર મતદારો છે. ખેડા જિલ્લામાં કુલ 87 ટ્રાન્સજેન્ડર મતદારો છે. ભરુચ જિલ્લામાં કુલ 71 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

ગાંધીનગર જિલ્લામાં કુલ 49 ટ્રાન્સજેન્ડર મતદારો છે. મહેસાણામાં કુલ 43 ટ્રાન્સજેન્ડર મતદારો છે. ભાવનગરમાં 40 ટ્રાન્સજેન્ડર મતદારો છે. નવસારીમાં 38 ટ્રાન્સજેન્ડર મતદારો છે. રાજકોટ જિલ્લામાં કુલ 34 ટ્રાન્સજેન્ડર મતદારો છે.સાબરકાંઠામાં કુલ 32 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

પાટણમાં કુલ 27 ટ્રાન્સજેન્ડર મતદારો છે. અરવલ્લીમાં પણ કુલ 27 ટ્રાન્સજેન્ડર મતદારો છે. દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 25 -25 ટ્રાન્સજેન્ડર મતદારો છે. જુનાગઢ અને પંચમહાલ જિલ્લામાં કુલ 20 ટ્રાન્સજેન્ડર મતદારો છે. બનાસકાઠા અને મહિસાગર જિલ્લામાં કુલ 16 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

જામનગર અને વલસાડમાં કુલ 15 ટ્રાન્સજેન્ડર મતદારો છે. દ્વારકામાં કુલ 13 ટ્રાન્સજેન્ડર મતદારો છે. કચ્છમાં કુલ 12 ટ્રાન્સજેન્ડર મતદારો છે. ગીર સોમનાથ અને પોરબંદરમાં કુલ 11 ટ્રાન્સજેન્ડર મતદારો છે. છોટા ઉદયપુર જિલ્લામાં કુલ 8 ટ્રાન્સજેન્ડર મતદારો છે. તાપી અને બોટાડમાં કુલ 5 ટ્રાન્સજેન્ડર મતદારો છે. મોરબીમાં 4 , નર્મદામાં 3 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

Previous Post Next Post