હિપ્નોથેરાપિસ્ટ સુહાની શાહ ખુદ થયા હિપ્નોટાઈઝ ! જાણો કેવી રીતે TV9 ના જાદુથી મોહીત થઈ ‘જાદુપરી’
આ પર્વમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થયા હતા. સુહાની શાહ (Suhani Shah)પણ આ પર્વમાં જોડાયા હતા. ત્યારે ચાલો જાણીએ કે ‘જાદુપરી’ ખુદ કેવી રીતે થયા ટીવીનાઈનના જાદુથી મોહિત.
છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 ડિજિટલ
ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે દેશ અમદાવાદમાં (અમદાવાદ) શનિવારે શરૂઆત થઈ હતી. ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે હાજર રહ્યા. આ પર્વમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થયા હતા. સુહાની શાહ (સુહાની શાહ)પણ આ પર્વમાં જોડાયા હતા. ત્યારે ચાલો જાણીએ કે ‘જાદુપરી’ ખુદ કેવી રીતે થયા ટીવીનાઈનના જાદુથી મોહિત.
અમે કોઇ જાદુગરની ફેમિલીમાંથી નથી – સુહાની શાહ
સુહાની શાહે પોતાના જાદુ શીખવા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે જ્યારે મે ટીવીમાં જાદુનો શો પ્રથમવાર જોયો ત્યારે મે મમ્મી-પપ્પાને જઇને કહ્યુ હતુ કે મારે જાદુ કરવો છે. ત્યારે મને પપ્પાએ કહ્યુ કે જા જઇને પહેલા તુ ભણ. જે પછી હું ત્યાં સુધી જાદુ શીખવા અંગે જીદ કરતી રહી જ્યાં સુધી તેઓ માન્યા નહી. અમે કોઇ જાદુગરની ફેમિલીમાંથી નથી. તેથી જાદુ શીખવુ ખૂબ જ મુશ્કેલ હતુ. તો શીખવું ખૂબ જ મુશ્કેલ હતુ. જે પછી મને પપ્પાએ કહ્યુ હતુ કે, જો જાદુ કરવો છે તો સ્કૂલ કે કોલેજમાં નહીં મોટો સ્ટેજ શો જ કરવો પડશે. નહીં તો ના કરીશ. આ વિચારના કારણે જ આજે હું આ સ્થાન સુધી પહોંચી છું. અત્યાર સુધીમાં મે પાંચ હજારથી વધારે શો કરી લીધા છે.
હું જે કરુ છુ તેને મેન્ટાલિઝમ કહેવાય છે – સુહાની શાહ
જે પછી સુહાનીએ એક જાદુ બતાવ્યો. જો કે સુહાનીએ પહેલા જણાવી દીધુ કે હું જે જાદુ કરુ છું તે કઇક અલગ છે. આપણે જાદુ કરનાર વિશે વિચારતા હોઇએ છે કે તે ટોપી પહેરીને આવશે. ટોપીમાંથી સસલુ કાઢીને બતાવશે. કોઇ ગાયબ થશે અને કોઇ હવામાં ઉડશે. જો કે આ જાદુ કઇક અલગ છે. હું જે કરુ છુ તેને મેન્ટાલિઝમ કહેવાય છે. અમે લોકોનું મન વાંચવાનું ઇલ્યુઝન કરીએ છીએ. અમે લોકોનું મન વાચી લઇએ છીએ. એના ફોન લોક ખોલી દઇએ છીએ. તેમના સીક્રેટ્સ જાણી લઇએ છીએ. આ જાદુનો શો સ્ક્રીપ્ટેડ પણ હોતો નથી. સુહાની શાહે દર્શકમાંથી એક મહિલાને બોલાવીને જાદુ કરી બતાવ્યો હતો. મહિલાના જીવનમાં એક મોટુ ઇમ્પેક્ટ કરનારનું નામ જાદુ કરીને જણાવ્યુ હતુ. જે પછી પણ જુદા જુદા બે-ત્રણ શો બતાવ્યા હતા.
કોણ છે સુહાની શાહ ?
સુહાની શાહનો જન્મ 1990 માં રાજસ્થાનના ઉદયપુરમાં થયો હતો. તેણીએ તેના જુસ્સાને આગળ વધારવા માટે તેની શાળા ધોરણ 2 માં છોડી દીધી હતી. સમગ્ર વિશ્વમાં તેણીના સતત પ્રવાસને કારણે તેણીને ઘરે જ અભ્યાસ કરેલો છે. સુહાનીએ ક્યારેય ઔપચારિક શિક્ષણ લીધું ન હતું અને કહે છે કે શાળા જે કરી શકે છે અથવા કરશે તેના કરતાં અનુભવોએ વધુ શીખવ્યું છે. તેને એક મેન્ટલિસ્ટ અને મેજીશિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો પ્રથમ સ્ટેજ શો 22 ઓક્ટોબર 1997ના રોજ અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં યોજાયો હતો.
તેણીએ અનેક પુરસ્કારો જીત્યા છે અને ઓલ ઈન્ડિયા મેજિક એસોસિએશન દ્વારા જાદૂપરીનું બિરુદ આપવામાં આવ્યું છે. 2019 સુધીમાં, તેણીએ 5000થી વધુ શો કર્યા છે. તેણીએ ભ્રાંતિવાદી તરીકે શરૂઆત કરી હતી અને હવે તે માનસિકતાવાદી છે. તે ગોવામાં તેના ક્લિનિક સુહાની માઇન્ડકેરમાં ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ તરીકે કામ કરે છે.
જાદુથી મોહીત થઈ ‘જાદુપરી’
અહીં અમે તમને ઈન્ટરવ્યું દરમિયાનનો એક મજેદાર કિસ્સો જણાવી રહ્યા છીએ જેમાં સુહાની શાહ જે ‘જાદુપરી’ તરીકે પણ ઓળખાય છે તેમને ટીવી નાઈનના એન્કર નીરૂ દ્વારા પુછવામાં આવ્યું કે ઈન્ટરવ્યુંમાં ગુજરાતીમાં વાત કરીએ તો લોકોને કેટલી મજા પડશે. તેના જવાબમાં સુહાની શાહે કહ્યું કે ઈન્ટરવ્યું પહેલા હું ગુજરાતી બોલતી હતી પરંતુ અત્યારે ઈન્ટરવ્યું દરમિયાન હું ગુજરાતી બોલવા લાગી છું. તેના પર એન્કર નીરૂએ કહ્યું કે આ ટીવી નાઈનનો જાદુ છે.
Post a Comment