ટિકટોકનું કોપી ફીચર લાવ્યું Twitter, ઈન્સ્ટા અને ફેસબુકની વધી શકે છે મુશ્કેલીઓ, જાણો કેવી રીતે કરશે કામ | Twitter roll out scroll feed of vertical video for android users here know how it works Technology News

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર ટિકટોક જેવા ફુલ-સ્ક્રીન વર્ટિકલ વીડિયો (Twitter Video scrolling mode)ચલાવવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયોને પણ તમે Tiktok ફીડની જેમ જ સ્ક્રોલ કરી શકો છો. ચાલો જાણીએ કે તે કેવી રીતે કામ કરશે.

ટિકટોકનું કોપી ફીચર લાવ્યું Twitter, ઈન્સ્ટા અને ફેસબુકની વધી શકે છે મુશ્કેલીઓ, જાણો કેવી રીતે કરશે કામ

Twitter

Image Credit source: Google

બધા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ Instagram, Twitter, Facebook પર વર્ટિકલ વીડિયો ચાલે છે, આ ફીચર્સ ટિકટોક બાદથી જોવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર ટિકટોક જેવા ફુલ-સ્ક્રીન વર્ટિકલ વીડિયો (Twitter Video scrolling mode) ચલાવવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયોને પણ તમે Tiktok ફીડની જેમ જ સ્ક્રોલ કરી શકો છો. ચાલો જાણીએ કે તે કેવી રીતે કામ કરશે.

ટ્વિટર પર પણ Tiktok જેવા વર્ટિકલ વીડિયો

ટ્વિટરે એક બ્લોગ પોસ્ટમાં તેના નવા વીડિયો એક્સપીરિયન્સ વિશે વિગતો આપી છે અને આ ફીચર હવે પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયું છે. હવે પ્લેટફોર્મ પર ટિકટોકની જેમ જ ફુલ-સ્ક્રીન વીડિયો જોવા મળે છે. કંપનીએ કહ્યું કે, ‘તેમના અપડેટેડ ઇમર્સિવ મીડિયા વ્યૂઅર એપ પર ઉપલબ્ધ વીડિયોને સિંગલ ક્લિકમાં ફુલ-સ્ક્રીન પર એક્સપેન્ડ કરે છે.’

કેવી રીતે કામ કરશે?

  1. હાજર વીડિયો પર એક જ ટૅપ કરવાથી તે ફુલ-સ્ક્રીનમાં ચાલવા લાગશે.
  2. આ પછી તમે વીડિયો ફીડ પર પહોંચી જશો.
  3. તમે આ વીડિયોને ઊભી રીતે સ્ક્રોલ કરીને આગળનો વીડિયો જોઈ શકો છો.
  4. બેકઅપ લેવા પર, તમે મૂળ ટ્વિટ પર પાછા આવશો.
  5. આપને જણાવી દઈએ કે, ટ્વિટરે તેના એક્સપ્લોર પેજ પર વીડિયોની સજેસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. તમે સર્ચ બટન દબાવીને આ
  6. વર્ટિકલ વીડિયો સુધી પહોંચી શકો છો. તમને સમાચાર અને ટ્રેન્ડિંગ હેશટેગ્સની સૂચિમાં તેના સૂચનો મળશે. હાલમાં, આ ફીચર
  7. એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે, પરંતુ કંપનીના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં તેને iOS યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.