UGCના નિર્દેશોને ભાવનગર યુનિવર્સિટી દ્વારા સ્વિકાર કરાયો

[og_img]

  • ફી રિફન્ડ પોલીસી અંતર્ગત UGCએ ગાઈડલાઈન જારી કરી હતી
  • 1000 રૂપિયા કાપીને ઉમેદવારને ફી પરત કરી કરવામાં આવશે
  • જાણો શું હતી યુનિવર્સિટી ગ્રાંટ કમિશનની રીફંડ પોલિસી

યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (UGC) દ્વારા ફી રિફંડ પોલીસી બાબતે કેટલાક દિશાનિર્દેશો જારી કરાયા છે. આ દિશા નિર્દેશોને ભાવનગર યુનિવર્સિટી દ્વારા સ્વિકારવાનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટી કક્ષાએ તમામ અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2022-23ની બુક્લેટમાં પ્રવેશ રદ અને ફી પરત અંગેના નિયમો અંતર્ગત વહીવટી કારણોને લીધે ઉમેદવારના પ્રવેશ રદ અથવા બદલીના સંદર્ભે પ્રવેશ સમિતિ દ્વારા જે-તે કોલેજ કે સંસ્થામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મંજૂરી મળશે તે સંસ્થા કે કોલેજ તેવા ઉમેદવારની ફી નિયમ મુજબ પરત કે ફેરબદલી કરી આપશે.

યુનિવર્સીટીના સુત્રો પાસેથી જણાવવામાં આવ્યું છે કે, સ્નાતક/અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ થતાં ખાલી રહેલ બેઠકો ભરવાની સત્તા કોલેજના આચાર્ય/ભવનના અધ્યક્ષને આપવા, પ્રવેશ પ્રક્રિયા રદ તથા ફી પરત સંદર્ભે જો કોઈ પ્રવેશ મેળવેલ ઉમેદવાર પોતાનો પ્રવેશ પાછો ખેંચવા માગતો હોય તો, તેણે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા કે પછી સંબંધિત કોલેજના આચાર્યને લેખિતમાં કારણદર્શક અરજી કરવાની રહેશે. આ સંજોગોમાં ઉમેદવારે ભરેલી પ્રવેશ ફી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નિયમ મુજબ પરત મળવા પાત્ર રહેશે જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કૉલેજમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 દિવસમાં વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો (કોશનમની/એમિનીટીઝ ફી/એનરોમેન્ટ ફી સિવાય ) 1,000 રૂપિયા બાદ કરીને ફી પરત કરવાની રહેશે. અપગ્રેડ કરવાના કિસ્સામાં રૂ 1,000 કાપી અન્ય ફી પરત કરવામાં સંદર્ભે ભાવનગર યુનિવર્સિટીએ નિર્ણય કરીને UGCની ફી રિફંડ પોલીસીનો સ્વિકાર કર્યો છે.

UGCની શુ છે ગાઈડલાઈન?

યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મળ્યેથી સળંગ 10 દિવસમાં પ્રવેશ રદ કરવાની રજૂઆત કોલેજ કે ભવન મારફ્ત આવ્યેથી ટ્યુશન ફીના 10 ટકા બાદ કરીને બાકીની ફી વિદ્યાર્થીને પરત આપવાની રહેશે.

أحدث أقدم