Friday, October 7, 2022

Vadodara: કેન્દ્રીય મંત્રી ક્રિષ્નપાલ ગુર્જરે GSFC યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ સાથે કર્યો સંવાદ

Vadodara: કેન્દ્રીય પાવર એન્ડ હેવી ઈન્ડસ્ટ્રીઝ રાજ્યમંત્રી ક્રિષ્નપાલ ગુર્જરે GSFC યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ સાથે સંવાદ સાધ્યો.
જેમા તેમણે વિદ્યાર્થીઓના નવીન વિચારોની પ્રશંસા કરતા કહ્યુ કે આ વિચારો રાષ્ટ્રના વિકાસમાં મદદ કરે છે અને આવી નવી ટેકનોલોજી પીએમ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભરતના વિઝનને પરિપૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.

Vadodara: કેન્દ્રીય મંત્રી ક્રિષ્નપાલ ગુર્જરે GSFC યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ સાથે કર્યો સંવાદ

વિદ્યાર્થીઓ સાથે કેન્દ્રીય મંત્રીનો સંવાદ

કેન્દ્રીય પાવર એન્ડ હેવી ઈન્ડસ્ટ્રીઝ રાજ્યમંત્રી ક્રિષ્નપાલ ગુર્જરે વડોદરા (Vadodara) ની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે GSFC યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા  કેન્દ્રીય રાજ્યમંત્રીએ GSFC યુનિવર્સિટીમાં ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને ટેક્નોલોજી એપ્લાઇડ રિસર્ચ (GUIITAR) કાઉન્સિલ- સેક્શન 8 કંપનીમાં ઇન્ક્યુબેશન કરતા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ સાથે સંવાદ (Interaction) સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના નવીન વિચારોની પ્રશંસા કરતા કહ્યું કે, આ વિચારો રાષ્ટ્રના વિકાસમાં મદદ કરે છે અને આવી નવી ટેકનિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.

પ્રૂફ ઓફ કોન્સેપ્ટ સ્તર પર કુલ 20 સ્ટાર્ટ-અપ્સ અને 20 સ્ટુડન્ટ પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. સ્ટાર્ટ-અપ્સ અને સ્ટુડન્ટ્સ ઇન્ક્યુબેટીઝ ગ્રીન એનર્જી, બાયોટેક્નોલોજી, નેનો ટેક્નોલોજી, ડ્રોન, વોટર કન્ઝર્વેશન, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ડિફેન્સ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને આવરી લેતા પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરી રહ્યા છે.

આ ચર્ચાનો મુખ્ય વિષય ભારતના ઇનોવેશન માર્ગ અંગેનો હતો અને કેવી રીતે પાથ-બ્રેકિંગ ટેક્નોલોજી આવનારા દાયકામાં ભારતના ભવિષ્યને પ્રકાશિત કરતી હશે, જેમાં નવીનતા અને સ્ટાર્ટ-અપ્સ તેની વૃદ્ધિના કેન્દ્રમાં હશે. મંત્રીએ સ્ટાર્ટઅપ્સનું પણ અભિવાદન કર્યું અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ટેક્નોલોજી ઝડપથી વધી રહી છે અને નવી ટેક્નોલોજી આવી રહી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને પૂર્ણ કરે છે. જો ભારતનો વિકાસ કરવો હોય તો નવી ટેક્નોલોજીમાં આગળ વધવુ પડશે, તેમ જણાવી મંત્રીએ ગુજરાત સરકારને તેમની સ્ટાર્ટઅપ પોલિસી માટે અને સ્ટાર્ટઅપને આર્થિક મદદ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, વાતચીત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓના વિચારો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો છું અને તે દર્શાવે છે કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ મહાન નવીન વિચારો સાથે આવે છે અને તે તેમની સાથે સાથે દેશનો વિકાસ કરવામાં પણ મદદ કરશે, તેવું તેમણે કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વમાં સૌથી અગ્રિમ દેશ બનવાના વિઝન સાથે સરકાર આગળ વધી રહી છે. તેમણે પાવર સરપ્લસ, વન નેશન વન ગ્રીડ, લાઈનોનું પરિવર્તન, ગામડાઓમાં વીજળી અને સૌભાગ્ય યોજનાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતે અંદાજિત સમય પહેલા 40  ટકા ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે નવીનીકરણીય ઉર્જાનાં સ્ત્રોત તરીકે સૌર, હાઇડ્રો, ન્યુક્લિયર, ગેસ, પવનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે અને આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. ગ્રીન અને ક્લીન એનર્જી એ સમયની જરૂરિયાત છે અને સરકાર કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે તેના પર સખત રીતે કામ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ સંવાદ સત્ર દરમિયાન કલેક્ટર અતુલ ગોર, જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના અધિકારીઓ, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.