Vadodara: દિવાળી પૂર્વે ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી

દેશભરમાં દિવાળી(Diwali 2022)  પર્વના ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને ગુજરાતના(Gujarat)  મોટાભાગના શહેરોના બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં રાજ્યના વડોદરા(Vadodara)  શહેરમાં પણ દિવાળી ને નુતન વર્ષની ખરીદીને લઇને બજારોમાં ભીડ જોવા મળી રહી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 16, 2022 | સાંજે 6:37

દેશભરમાં દિવાળી(દિવાળી 2022) પર્વના ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને ગુજરાતના(ગુજરાત) મોટાભાગના શહેરોના બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં રાજ્યના વડોદરા(વડોદરા) શહેરમાં પણ દિવાળી ને નુતન વર્ષની ખરીદીને લઇને બજારોમાં ભીડ જોવા મળી રહી છે. જેમાં આજે રવિવારની રજાના કારણે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં શહેરના મંગલ બજાર, નવા બજાર, માંડવી, લહેરીપુરામાં ખરીદી માટે લોકો ઉમટ્યા છે. તેમજ રાવપુરા, અમદાવાદી પોળ સહિતના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ કાપડ, જવેલરી, શૂઝની ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે.

આ ઉપરાંત અમદાવાદમાં દિવાળી પૂર્વે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ઓપન મોલ લાલદરવાજા વિસ્તારમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. ભદ્ર મંદિર, ત્રણ દરવાજા, ઢાલગરવાડમાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. દિવાળીના પર્વને ખૂબ જ ઓછા દિવસ રહ્યા છે. ત્યારે લોકો દિવાળી અને નૂતન વર્ષ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મનાવવા માટે જરુરી તમામ સામાન બજારમાંથી ખરીદવા માગે છે. દિવાળી પહેલા આ શનિ-રવિની રજા હોવાથી બજારમાં આજે, રોજ કરતા પણ વધારે ભીડ જોવા મળી. કોઇ પણ વસ્તુના ભાવો લાલ દરવાજા વિસ્તારમાં પ્રમાણમાં સામાન્ય વર્ગને પરવડે તેવા હોય છે. ત્યારે સસ્તા ભાવે વસ્તુ મળતી હોવાની માન્યતાને લઇને અહીં લોકોની વધુ ભીડ જોવા મળે છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બુટ-ચપ્પલ, કપડાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે.

બીજી તરફ ફટાકડા બજારમાં પણ ખરીદી માટે લોકોની ભારે ભીડ છે. અમદાવાદ પોલીસ કમિશનરે દિવાળી પહેલા એક જાહેરનામું બહાર પાડ્યુ છે. શહેરમાં 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફટાકડાની લુમથી અવાજ અને હવા પ્રદૂષણ થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરાનામામાં એવો પણ ઉલ્લેખ છે હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, સ્કૂલ, ધાર્મિક સ્થળોની આસપાસ ફટાકડા ફોડી શકાશે નહીં. વિદેશી ફટાકડા વેચતા વેપારી પર કાર્યવાહી કરવામાં આવશે. ઈ-કોમર્સ વેબ સાઈટ પર ફટાકડા ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં.

Previous Post Next Post