Vaishali Takkar Suicide: એક દિવસના શૂટિંગ માટે આટલો ચાર્જ લેતી વૈશાલી, જાણો તેની લાઈફસ્ટાઈલ

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિવંગત અભિનેત્રી વૈશાલી ઠક્કરની જીવનશૈલી જાણવા માટે દરેક લોકો ઉત્સુક છે, તો ચાલો એક નજર કરીએ કેવી રીતે તેનું જીવન જીવ્યુ.

ઑક્ટો 17, 2022 | 9:26 PM

TV9 ગુજરાતી

| સંપાદન: અશ્વિન પટેલ

ઑક્ટો 17, 2022 | 9:26 PM

વૈશાલી ઠક્કરે માત્ર 29 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આવા સુંદર અને જીવંત કલાકારની દુનિયામાંથી અચાનક વિદાય તેના ચાહકો માટે દુઃખની વાત છે. તમને જણાવી દઈએ કે, ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર તેની રિયલ લાઈફમાં ખૂબ જ નટખટ હતી, તે એવા લોકોમાંથી એક હતી જેણે જીવનનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો.

કોઈપણ સ્ત્રોત અને ઓળખ વિના, આ સુંદર અભિનેત્રીએ ટીવી જગતમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું હતું. હંમેશા હસતી અને ખુશ રહેતી આ અભિનેત્રી આટલું મોટું પગલું ભરશે, તેના વિશે કોઈને સ્વપ્ને ખ્યાલ નહીં હોય

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા શોથી કરિયરની શરૂઆત કરનાર વૈશાલીએ બહુ ઓછા સમયમાં ઘણા મોટા શોમાં કામ કર્યું. તેણે સસુરાલ સિમર કા, મન મોહિની 2 અને સુપર સિસ્ટરમાં અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા.

વૈશાલીને તેની એક સિરિયલ માટે રોજના 30 થી 40 હજાર રૂપિયા મળતા હતા. તે મુંબઈમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેને ફરવાનો ઘણો શોખ હતો.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી વૈશાલી ઠક્કર અવારનવાર ફેન્સ સાથે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી હતી. તેણીને રીલ અને શોર્ટ વિડીયો બનાવવાનો પણ ખૂબ જ શોખ હતો, તે અવારનવાર ફની વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ પર 600k થી વધુ લોકો તેને ફોલો કરતા હતા. તે પરિવારમાં તેના પિતાની ખૂબ નજીક હતી.

તેના પિતા સાથે ઘણો સમય વિતાવતી હતી અને તેની સાથે ફોટા શેર કરતી હતી. વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ આઉટફિટ્સ સુધી, તેની દરેક ગ્લેમરસ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા વૈશાલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સગાઈની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી, આ વર્ષે ડિસેમ્બરમાં તે લગ્ન કરીને પોતાની નવી દુનિયા વસાવવા જઈ રહી હતી, પરંતુ બાદમાં સમાચાર સામે આવ્યા હતા કે તેણે તેની સગાઈ તોડી નાખી. જો કે સગાઈ તોડવાના મામલે તેણે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી.

વૈશાલીના પિતા એક બિઝનેસમેન હતા અને તેમના ભાઈ પણ કોઈક બિઝનેસ સાથે જોડાયેલા હતા. વૈશાલી છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી.

અભિનેત્રી ઈન્દોરમાં તેના માતા-પિતા સાથે હતી, જ્યાં તેણે આત્મહત્યા કરી હતી, તેનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ