Video: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા 11 વર્ષના બોલરનો ફેન બન્યો

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક નાના બોલરે રોહિત શર્માને ઘણો પ્રભાવિત કર્યો હતો.

Video: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા 11 વર્ષના બોલરનો ફેન બન્યો

Video: રોહિત શર્માએ આ 11 વર્ષના બોલરે રોહિત શર્માને ફેન બનાવ્યો, કેપ્ટન સામે બોલિંગ પણકરી

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

Video: ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને આઈસીસી ટી20 વર્લ્ડકપ (ICC T20 વર્લ્ડ કપ)ની તૈયારી કરી રહી છે. પ્રેક્ટિસ પહેલા ટીમના કેપ્ટન રોહિત શર્માને ત્યાં રમી રહેલો એક નાનકડો બોલર પસંદ આવ્યો હતો તેણે આ બાળકને બોલાવી નેટમાં બોલિગ કરાવી હતી. બીસીસીઆઈ (Bcci)એ તેનો એક વીડિયો પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યો છે. આ બાળકનું નામ દુર્શિલ ચૌહાણ છે અને તેની ઉંમર 11 વર્ષની છે. રોહિત આ બાળકની બોલિંગ એક્શનથી ખુબ પ્રભાવિત થયો હતો.

ભારતીય ટીમ આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. આ પહેલા ટીમ ઈન્ડિયા 2 પ્રેક્ટિસ મેચ રમવાના છે આ બંન્ને મેચ તેણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છે જેમાંથી એકમાં તેને જીત મળી છે તો એકમાં તેને હાર મળી છે.

રોહિતે નેટ્સમાં આપી ત્તક

ભારતીય ક્રિકેટ ટીમ મેદાન પર પ્રેક્ટિસ કરવા માટે પહોંચી તો કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા તેમાંથી એક બોલર ફાસ્ટ બોલિંગ કરી રહ્યો હતો અને રોહિતે જ્યારે આ નાના બોલરને જોયો તો તે પ્રભાવિત થયા હતા, તેમણે આ બોલરની એક્શન ખુબ પસંદ આવી હતી અને રોહિતે આ બાળકને તેમની પાસે બોલાવ્યો હતો તેણે આ બાળકને પોતાની સાથે લઈ ગયો અને બોલિંગ કરાવી હતી.

એક બાળકે બધાનું ધ્યાન ખેંચ્યું

બીસીસીઆઈ દ્વારા અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં ટીમના વિશ્લેષક હરિ પ્રસાદ મોહને કહ્યું, “જ્યારે અમે બપોરના સત્ર માટે WACA પહોંચ્યા. ત્યાં બાળકો સવારનું સત્ર પૂરું કરી રહ્યા હતા. જલદી અમે ડ્રેસિંગ રૂમમાં ગયા, અમે અંદાજે 100 બાળકો પ્રેક્ટિસ કરતા જોયા. એક બાળક હતું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. બાળક બોલિંગ કરવા આવ્યો કે તરત જ તેની એક્શન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.તેની એક્શન એકદમ સ્મૂથ હતી. રોહિતે તે બાળકને બોલાવ્યો અને તેને બોલિંગ કરવા કહ્યું. આ બાળકે ટીમ ઈન્ડિયાનો ડ્રેસિંગ રૂમ પણ જોયો અને અન્ય ખેલાડી સાથે વાત કરી. રોહિતે આ બાળકને ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

أحدث أقدم