Sunday, October 30, 2022

VIDEO : ચૂંટણી પહેલા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તૈયાર, મતદારોને EVM અને VVPATની અપાઈ માહિતી

આ અભિયાન અંતર્ગત મતદાન કેવી રીતે કરવું અને આ મતદાન માટે EVMનો ઉપયોગ કેવી રીતે કરવો અને VVPATનું શું મહત્વ છે તે સમજાવવામાં આવી રહ્યું છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 30, 2022 | 8:37 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. એક તરફ જ્યાં વિવિધ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ ચૂંટણીને લઈને સજ્જ થયું છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તરફથી EVM અને VVPATની માહિતી મતદારોને આપવામાં આવી રહી છે. આ માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મતદાન કેવી રીતે કરવું અને આ મતદાન માટે EVMનો ઉપયોગ કેવી રીતે કરવો અને VVPATનું શું મહત્વ છે તે સમજાવવામાં આવી રહ્યું છે.  આ માટે શિક્ષણ વિભાગ, ITI અને પોલીસ વિભાગ તરફથી સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વહીવટી તંત્રએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો

તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વલસાડ વહીવટી તંત્રએ પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. ચૂંટણી દરમિયાન કડક સુરક્ષાને લઇ તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં ચૂંટણી માટે સુરક્ષા એજન્સીઓની ટીમો પહોંચી છે. વલસાડ રેલવે સ્ટેશન પર સ્પેશિયલ ટ્રેનમાં સુરક્ષા જવાનો પહોંચી ગયા છે. પેરા મિલિટ્રીની 7 કંપનીના જવાનો વલસાડમાં સુરક્ષા કરશે. ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવાઇ રહે તે માટે જવાનો પહોંચી ગયા છે.

Post Comments

No comments:

Post a Comment

Back To Top