રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, ગાંધી બાપુને નમન કરીને આશ્રમમાં રેંટિયો પણ કાંત્યો, જુઓ Video | President Droupadi Murmu spins the Charkha at Sabarmati Gandhi Ashram in Ahmedabad

અમદાવાદના (Ahmedabad) સાબરમતી આશ્રમની (Sabarmati Ashram) મુલાકાત લઈને મહામહિમએ પોતાના વિવિધ કાર્યોની શરૂઆત કરી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગાંધી આશ્રમની મુલાકાત લઇને સૌ પ્રથમ ગાંધી બાપુની પ્રતિમાની મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, ગાંધી બાપુને નમન કરીને આશ્રમમાં રેંટિયો પણ કાંત્યો, જુઓ Video

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાબરમતી આશ્રમ રેટિંયો કાંત્યો

રાષ્ટ્રપતિ (President) બન્યા બાદ મહામહિમ દ્રૌપદી મુર્મૂ  (Draupadi Murmu) આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદના (Ahmedabad) સાબરમતી આશ્રમની (Sabarmati Ashram) મુલાકાત લઈને મહામહિમએ પોતાના વિવિધ કાર્યોની શરૂઆત કરી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગાંધી આશ્રમની મુલાકાત લઇને સૌ પ્રથમ ગાંધી બાપુની પ્રતિમાની મુલાકાત લીધી હતી. ગાંધીજીની પ્રતિમા પર તેમણે સુરતરની આંટી ચઢાવી હતી અને તેમને નમન કર્યુ હતુ. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે આ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા.

ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ અમદાવાદની ઓળખ બનેલા ગાંધી આશ્રમમાં ગેલેરી, સંસ્મરણ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના સમગ્ર જીવન વિશેની માહિતી મેળવી હતી. ગાંધીજી આ આશ્રમમાં કેવી રીતે વસવાટ કરતા હતા, હૃદયકુંજનું શું મહત્વ રહેલુ છે વગેરે જેવી બાબતો જાણી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ 1200 કરોડના ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટના કામ અંગે માહિતી મેળવી હતી. દ્વૌપદી મુર્મૂએ આશ્રમમાં રેટિંયો પણ કાંત્યો હતો. બાદમાં વિઝિટર બૂકમાં પણ વિશેષ નોંધ આપી હતી. ગાંધી આશ્રમની મુલાકાત વિશેનો પોતાનો અનુભવ તેમણે આ બૂકમાં રજુ કર્યો હતો.

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ મહામહિમ દ્રૌપદી મુર્મૂ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત દ્રૌપદી મુર્મૂ ગુજરાતની મુલાકાતે છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં કરોડોના વિકાસ કાર્યોને ખુલ્લા મુકશે. ગાંધીનગરમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું લોકોર્પણ કરશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે. તો આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીના મહિલા ઉદ્યોગ માટેના સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘HerStart’નું લોન્ચ કરશે. તેમજ અમદાવાદમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.